For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે મોદી મેજિક આ પડકારોનો બોલાવશે કચ્ચરઘાણ !

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 જૂન : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ગોવામાં ચાલી રહેલી રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં નરેન્દ્ર મોદીની હાજરી માત્રથી ભાજપમાં તેમના પીએમ પદના ઉમેદવારીના પ્રતિસ્પર્ધી એલ કે અડવાણી અને તેમના અન્ય શુભેચ્છક નેતાઓએ હાજર રહેવાનું ટાળ્યું હતું. આ બાબત સૂચવે છે કે નરેન્દ્ર મોદીનો મેજિક સામાન્ય જનતામાં જેટલો અસરકારક છે તેટલો જ મોટા પ્રભાવ પાર્ટીમાં પણ છે. આજ મોદી મેજિક આવનારા સમયમાં લોકસભા ચૂંટણી 2014માં પીઅમ પદની દાવેદારી સામે આવનારા પડકારો અને પીએમ બન્યા પછી આવનારા પડકારોનો કચ્ચરઘાણ બોલાવવાની ક્ષમતા ધરાવે છે.

ભાજપના કાર્યકરો ગેલમાં આવી ડાન્સ કરવા લાગ્યા

ભાજપના કાર્યકરો ગેલમાં આવી ડાન્સ કરવા લાગ્યા


નરેન્દ્ર મોદીએ કારોબારી બેઠકમાં હાજરી આપવા માટે સ્થળ પર એન્ટ્રી કરી કે તેમને જોઇને ભાજપના દેશભરમાંથી આવેલા કાર્યકરો ગોલમાં આવી ગયા હતા. પોતાના નેતા આવ્યા હોવાની ખુશીમાં તેમણે મોદીના આગમનને ડાન્સ કરીને વધાવી લીધું હતું. આવો આવકાર ભાજપમાં બહુ ઓછા તેનાઓને મળ્યો છે.

ભાજપમાં લોકપ્રિયતા વધી

ભાજપમાં લોકપ્રિયતા વધી


આજે ભાજપની સંસદીય સમિતીની બેઠક યોજવામાં આવી તે પહેલા જ સંઘ તરફથી મળેલી લીલી ઝંડીને પગલે નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય ભાજપમાં લઇ લેવામાં આવ્યો છે. આ નિર્ણયની સત્તાવાર જાહેરાત રવિવારે કારોબારી બેઠકના અંતિમ દિવસે પ્રમુખ રાજનાથ સિંહ કરવાના છે એવા અહેવાલો આવી રહ્યા છે. આ બાબત દર્શાવે છે કે તેમણે પ્રાથમિક પડકારોને પોતાની કુશળતાથી ઉકેલી લીધા છે. લોકસભા ચૂંટણી 2014 બાદ દેશના વડાપ્રધાન બનવાના નરેન્દ્ર મોદીના માર્ગમાં આગળ કેવા પડકારો આવી શકે છે તેની વાત અહીં કરવામાં આવી છે...

પડકાર 1 : બહુમતીના જાદુઇ આંક 272 સુધી પહોંચવું

પડકાર 1 : બહુમતીના જાદુઇ આંક 272 સુધી પહોંચવું


ભાજપને 1999ની ચૂંટણીમાં 182 બેઠકો મળી હતી. ત્‍યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કવિ દ્રદયી વાજપેઇના નેતૃત્‍વમાં એનડીએની સરકાર બની હતી. 2009ની ચૂંટણીમાં 433 બેઠકો ઉપર ઉમેદવાર ઉભા કરનાર ભાજપને 116 બેઠકો જ મળી હતી. આ સંજોગોમાં તે હવે પછીની ચૂંટણીમાં 272ના જાદુઇ આંક સુધી કઇ રીતે પહોંચી શકશે તે સવાલ છે.

પડકાર 2 : ગઠબંધનના સાથીઓની નફરત દૂર કરવી

પડકાર 2 : ગઠબંધનના સાથીઓની નફરત દૂર કરવી


બિહારમાં સતારૂઢ જેડીયુ એનડીએનું મુખ્‍ય ઘટક હોવા છતાં મુખ્‍યમંત્રી નીતિશકુમાર અને જેડીયુના અધ્‍યક્ષ શરદ યાદવનો મોદી પ્રત્યેનો ધિક્કાર સૌ સારી રીતે જાણે છે. આવી જ રીતે અન્ય એક ઘટક ઓરિસ્‍સાના નવિન પટનાયક પણ મોદીની સાંપ્રદાયિક છબી સાથે પોતાને જોડવા નથી માંગતા. શિવસેનાનું વલણ પણ સ્‍પષ્‍ટ નથી. આ બધાને રાજી કરવા પડશે.

પડકાર 3 : આંતરિક તકરાર અને મહત્‍વકાંક્ષા સામે ઉભા રહેવું

પડકાર 3 : આંતરિક તકરાર અને મહત્‍વકાંક્ષા સામે ઉભા રહેવું


વાજપેઇ ભાજપ અને સાથીપક્ષોના સર્વ સામાન્‍ય નેતા હતા, પરંતુ મોદી અંગે ખુદ મોદીના સમર્થકો પણ આવું નથી માનતા. અડવાણી છે ત્‍યાં સુધી મોદીનો માર્ગ સરળ નથી. સુષ્‍મા સ્‍વરાજ, અરૂણ જેટલી અને સ્‍વયં રાજનાથસિંહ પણ મહત્‍વકાંક્ષી નેતા છે. આવી સ્થિતીમાં પોતાના લોકોનો સામનો કરીને આગળ વધવું પડશે.

પડકાર 4 : રમખાણોના કલંકને રાખ બનાવી દેવા

પડકાર 4 : રમખાણોના કલંકને રાખ બનાવી દેવા


ગુજરાતના તોફાનોને લઇને કાનૂને ભલે મોદીને કલીનચીટ આપી દીધી હોય પરંતુ દેશનો એક મોટો વર્ગ મોદીને તોફાનો માટે જવાબદારો માને છે. નીતિશકુમારે એક વખત કહ્યું હતું કે દેશમાં રાજકારણ કરવું હોય તો ટીકા અને ટોપીથી પરહેજ નહિ ચાલે. નરેન્દ્ર મોદીએ આ કંલકને દૂર કરવા અત્યાર સુધીમાં અનેક પ્રયત્નો કર્યા છે. તેમણે આ કલંકોને રાખ બનાવી દેવા પડશે.

પડકાર 5 : દક્ષિણ ભારતમાં ભાજપનો નવો પાયો નાખવો

પડકાર 5 : દક્ષિણ ભારતમાં ભાજપનો નવો પાયો નાખવો


ભાજપ માટે દક્ષિણનું દ્વાર ખોલનાર રાજ્ય કર્ણાટકમાં આ વખતે ભ્રષ્ટાચારના મુદ્દે તેના સુપડાસાફ થઇ ગયા છે. બાકીના રાજયોમાં તેનું અસ્‍તિત્‍વ નથી. કેરળમાં કયારેક ખાતું ખુલ્‍યું હતું. તામિલનાડુ અને આંધ્રમાં પણ ભાજપની હાલત ખરાબ છે. કયારેક આંધ્રમાં જમીન ઉપરના નેતા ગણાતા બંડારૂ દતાત્રેયને વૈકેયાની કિંમતે પાછળ ધકેલી દેવામાં આવ્‍યા છે. મોદીએ દક્ષિણભારતમાં પણ પક્ષને મજબૂત કરવો પડશે.

પડકાર 6 : અન્યોને પણ મહત્વ આપી સાથે રાખવા

પડકાર 6 : અન્યોને પણ મહત્વ આપી સાથે રાખવા


વાજપેઇ ઘણા ઉદાર વ્‍યકિતત્‍વવાળા નેતા હતા. જેને ઘણી વખત કાયરતા સુધી સમજી લેવાતા હતા પરંતુ ભારતીય રાજનીતિ ખાસ કરીને ગઠબંધન રાજનીતિમાં સાથીઓને સાથે લઇને ચાલવા માટે અનેક વખત આવું કરવું પડે છે. વાજપેઇમાં આ ગંભીરતા હતી. મોદીએ પણ તેમના થોડા ગુણો પોતાનામાં ઉમેરીને ઉદારતાવાળા વ્યક્તિત્વના અન્યોને દર્શન કરાવવા પડશે.

પડકાર 7 : માત્ર એક પ્રદેશના નેતા

પડકાર 7 : માત્ર એક પ્રદેશના નેતા


નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસની વાતો કરે છે અને તેઓ માત્ર એક જ પ્રદેશના નેતા કહેવાય છે. દક્ષિણ-પુર્વમાં તેમની કોઇ ચર્ચા નથી. દેશના પુર્વ ભાગમાં અનેક એવા લોકો પણ છે કે જે મોદીને ઓળખતા પણ નથી અનેક લોકો તેમને પ્રાદેશિક નેતા જ ગણે છે. આ કારણે તેમણે પોતાની પ્રાદેશિક નેતાની છબીને રાષ્ટ્રીય નેતાની છબીમાં પરિવર્તિત કરવી પડશે.

પડકાર 8 : હિન્‍દુ ઉગ્રવાદ

પડકાર 8 : હિન્‍દુ ઉગ્રવાદ


મોદીને હિન્‍દુત્‍વના નેતા તરીકે ઓળખવામાં આવે છે. શું દેશના મુસ્‍લિમો મોદીનો સ્‍વીકાર કરી શકશે ? એ પણ એક સવાલ છે. મોદી ભલે દેશના તમામ લોકોના ભલાની વાત કરે પરંતુ તેમની ઓળખ એક ઉગ્ર હિન્‍દુત્‍વવાદી અને સંઘના પ્રચાર તરીકેની છે. મોદીએ આ છબી ભૂંસવા પ્રયાસો કર્યા છે.

English summary
Now Modi magic will destroy these challenges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X