For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના એક ફેસલાથી અજીત ડોભાલ બની ગયા સૌથી શક્તિશાળી

મોદી સરકારના એક ફેસલાથી અજીત ડોભાલ બની ગયા સૌથી શક્તિશાળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું કે તેઓ સાડા ચાર વર્ષના કાર્યકાળ બાદ સ્ટ્રેટેજિક પૉલિસી ગ્રુપમાં બદલાવ કરશે જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની મદદ માટે બનાવવામાં આવ્યું હતું. સરકારના આ પગલાની સાથે જ એનએસએ અજીત ડોભાલ પાછલા બે દશકામાં ભારતના સૌથી તાકતવર બ્યૂરોક્રેટ બની જશે. એનએસએનો હોદ્દો પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ વર્ષ 1998માં બનાવવામાં આવ્યો હતો.

પૉલિસી ગ્રુપની ખાસિયત શું છે?

પૉલિસી ગ્રુપની ખાસિયત શું છે?

સ્ટ્રેટેજિક પૉલિસી ગ્રુપ મંત્રીઓ વચ્ચે સમાધાન માટે મહત્વનું ગ્રુપ હશે અને સાથે જ નેશનલ સિક્યોરિટી પૉલિસી માટે જરૂરી ઈનપુટ્સ એકઠા કરવાની દિશામાં કામ કરશે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. અગાઉ કેબિનેટ સેક્રેટરીને આ ગ્રુપના ચીફ બનાવવામાં આવતા હતા. હવે સરકારના ફેસલા બાદ એનએસએ ડોભાલ આ ગ્રુપના ચીફ બની ગયા છે.

કોણ-કોણ હશે ગ્રુપનો ભાગ

કોણ-કોણ હશે ગ્રુપનો ભાગ

એનએસએ ઉપરાંત નીતિ આયોગના અધ્યક્ષ, કેબિનેટ સચિવ, ત્રણેય સેનાઓના ચીફ, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર, વિદેશ સચિવ, ગૃહ સચિવ, નાણા સચિવ અને રક્ષા સચિવ પણ આ ગ્રુપના સભ્ય હશે. આ ઉપરાંત સંરક્ષણ ઉત્પાદન અને પુરવઠા વિભાગના સચિવ અને રક્ષામંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર પણ પેનલનો ભાગ હશે. સાથે જ રેવન્યૂ, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ અને ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓ પણ આમાં સામેલ હશે.

કેવી રીતે કામ કરશે ગ્રુપ

કેવી રીતે કામ કરશે ગ્રુપ

અન્ય મંત્રીઓ અને વિભાગોને પણ ગ્રુપની મિટિંગમાં સામેલ કરવામાં આવશે. એનએસએ અજીત ડોભાલ આ ગ્રુપની બેઠક બોલાવશે અને કેબિનેટ સચિવ મિટિંગને મંત્રીઓ અને રાજ્યોની સાથે મળીને ફેસલાને લાગુ કરવા માટે ઓર્ડિનેટ કરશે. વરિષ્ઠ અધિકારીનું માનીએ તો આ કોઈ નવી વાત નથી બલકે યુપીએ સરકાર સમયે પણ આ હું જ. કારગિલ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવેલી કમિટિ તરફથી આ ગ્રુપનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.

MeToo: ફરિયાદ માટે કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએઃ મેનકા ગાંધીMeToo: ફરિયાદ માટે કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએઃ મેનકા ગાંધી

English summary
NSA Ajit Doval will be the most powerful bureaucrat with just one decision of Modi Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X