For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી ઉડી ગરીબીની મજાકઃ 28 રૂપિયા કમાનાર નથી ગરીબ

|
Google Oneindia Gujarati News

poor
નવી દિલ્હી, 24 જુલાઇઃ ફરી એકવાર સરકાર દ્વારા ગરીબીનો મજાક ઉડાવવામાં આવ્યો છે. સરકારના યોજના પંચના કહેવા અનુસાર શહેરમા ંરહેતા લોકો કે જેઓ પ્રતિદિન 33 રૂપિયા અને ગામડામાં રહેતા લોકો કે જેઓ પ્રતિદિન 27 રૂપિયા કમાય છે તેને ગરીબ કહી શકાય નહી.

આ તર્ક સાથે યોજના આયોગે દાવો કર્યો છે કે, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં ગરીબી 15.3 ટકા ઘટી છે. 2004-05માં ગરીબી 37.2 ટકા હતી, જે 2011-2012માં ઘટીને 21.9 ટકા થઇ ગઇ છે. 2004-2005માં 40.71 કરોડ લોકો બીપીએલ હતા, જ્યારે 2011-12માં તેમની સંખ્યા 26.93 કરોડ થઇ ગઇ છે. ,

યોજના પંચે ગરીબીનું આકલન સુરેશ તેંડુલકર સમિતિ તરફથી સુચિત કરવામાં આવેલા માપદંડોના આધારે કરવામાં આવ્યું છે. જે અનુસાર ગામોમાં 816 રૂપિયા અને શહેરોમાં 1000 રૂપિયા પ્રતિ માસ આવકને ગરીબીની રેખાથી ઉપર માનવામાં આવે છે. શહેરોમાં વ્યક્તિ પ્રતિદિન 33.33 રૂપિયા અને ગામોમાં 27.20 રૂપિયા પ્રતિદિન ખર્ચ કરનાર ગરીબીની શ્રેણીમાં આવતા નથી.

પંચે કહ્યું કે, 2011-12માં 25.7 ટકા ગ્રામીણ અને 13.7 ટકા શહેરી આબાદી બીપીએલ હતી. વર્ષ 2004-05માં 41.8 ટકા ગ્રામીણ અને 25.7 ટકા શહેરી આબાદી બીપીએલ હતી.

યોજના પંચનું તાજું આકલન તેંડુલકર સમિતિના સુચનો આધારિત છે. જેના પર વિવાદ પણ છે. રાજ્ય વાર જઇએ તો છત્તીસગઢમાં 39.93 ટકા, ઝારખંડમાં 36.96 ટકા, મણીપુર 36.89 ટકા, અરુણાચલ પ્રદેશ 34.67 ટકા, બિહાર 33.47 ટકા સૌથી વધારે ગરીબો છે. જ્યારે ગોવા 5.09 ટકા, કેરળ 7.06 ટકા, હિમાચલ પ્રદેશ 8.03 ટકા, સિક્કિમ 8.19 ટકા, પંજાબ 8.23 ટકા સૌથી ઓછા ગરીબો છે.

English summary
The number of India's poor fell to less than a quarter of its population in 2011-12, according to a Planning Commission estimate, giving the government a reason to cheer amid the recent raft of disappointing macro economic data. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X