For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિન ગડકરી અને શરદ યાદવ કરશે ભારત બંધની શરૂઆત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitin gadkari
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર : ડીઝલના ભાવમાં વધારો અને રિટેલ ક્ષેત્રે વિદેશી રોકાણ (એફડીઆઈ)ને મંજૂરી આપવા બાબતે સરકારના નિર્ણયની વિરુદ્ધ 20મી સપ્ટેમ્બરે ભારત બંધની શરૂઆત ભાજપના પ્રમુખ નિતિન ગડકરી તેમજ એનડીએના સંયોજક શરદ યાદવ દિલ્હી ખાતે આવેલા કરોલ બાગના વેપાર હબમાં વેપારીઓને સંબોધિત કરીને કરશે. ભાજપે પોતાના વિરોધ અંગે જણાવ્યું હતું કે આ તેમની લડાઈની શરૂઆત છે.

ભાજપના પ્રવક્તા પ્રકાશ જાબડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 20મી સપ્ટેમ્બરે યોજાનાર ભારત બંધને પ્રજા પૂર્ણ ટેકો આપી રહી છે. આ તો વિપક્ષના હુમલાની શરૂઆત છે. આ અંત નથી. જો સરકાર પોતાના નિર્ણયને પરત નહિં લે, તો આંદોલન વધુ સખત બનશે. કેન્દ્ર સરકારે ડીઝલના ભાવના ભાવમાં વધારો અને તેમજ રાંઘણગેસ ઉપર મળતી સબસિડીમાં કાપ મૂકી પહેલાંથી જ મોંઘવારીથી પીડાતી પ્રજા પર વધુ બોજો નાખ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ કહે છે કે પ્રજાએ તેમને ચૂંટ્યા છે, પણ પ્રજાએ તેમને લુંટફાટ કરવાનો હક આપ્યો નથી. વિદેશોના ઘણાં શહેરોમાં વૉલમાર્ટના સ્ટોર્સ ખોલવાની પરવાનગી નથી, કારણ કે જો વૉલમાર્ટના સ્ટોર્સ ખોલવાની પરવાનગી પરવાનગી આપવામાં આવે તો ત્યાંના લોકો બેરોજગાર થઈ જાય છે.

તેમણે જણાવ્યું હતું કે યુપીએ સરકારે લોકોને રોજગારી તો આપ્યું નહિં, પરંતુ રોજગારોને બેરોજગાર કરવાનું કાવતરૂ રચી નાંખ્યું. રિટેલ ક્ષેત્રે એફડીઆઈ જે પણ રાજ્યમાં લાગુ થશે, ત્યાંના લોકો ભારે સંખ્યામાં બેરોજગાર થશે.

English summary
Opposition's 'Bharat Bandh' call on September 20 against diesel price and FDI in retail sector, BJP president Nitin Gadkari and NDA convenor Sharad Yadav will address traders at Karol Bagh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X