For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાગી નેતાઓ પર વટહુકમ સંપૂર્ણ રીતે બકવાસ છે : રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હી ખાતે પત્રકારોને જણાવ્યું કે તેમની સરકાર દ્વારા દાગી નેતાઓને ટીકીટ નહી આપવા પર લાવવામાં આવેલ વટહુકમ સંપૂર્ણ રીતે બકવાસ છે અને તેને ફાડીને ફેંકી દેવો જોઇએ.

દાગી નેતાઓ પર વટહુકમ લાવવા પર રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે 'મેં જ્યારે અજય માકેન સાથે વાત કરી આ અંગે ચર્ચા કરી છે. અને આ વટહુકમ અંગે મારી પોતાની વ્યક્તિગત માન્યતા એ છે કે આ વટહુકમ સંપૂર્ણ રીતે બકવાસ છે તેને ફાડીને ફેકી કેવો જોઇએ.' રાહુલે વધુમાં જણાવ્યું કે એ દરેક પાર્ટીઓએ નક્કી કરવાનું છે કે દાગી નેતાઓને ટીકીટ ના આપે.

rahul gandhi
રાહુલે વધુમાં જણાવ્યું કે 'મારી પાર્ટી પણ ઘણા દાગી નેતાઓને ટીકીટ આપતી હશે, બીજેપી આપતી હશે, જનતા દળ, સમાજવાદી પાર્ટી.. દરેક પાર્ટી દાગી નેતાઓને ટીકિટ આપે છે, દરેક પાર્ટીની નૈતિક જવાબદારી છે કે તેઓ આવા નેતાઓને ટીકિટ ના આપે. ત્યારે જઇને દેશમાંથી ભ્રષ્ટાચારને ઓછો કરી શકાશે.

રાહુલે પત્રકારોને જણાવ્યું કે 'મારી સરકારે આ વટહુકમ લાવીને ખોટો નિર્ણય કર્યો છે. મારા મત મૂજબ આ વટહુકમનો કોઇ અર્થ નથી. શું તેનાથી દાગી નેતાઓને ટીકિટ મળવાનું બંધ થઇ જશે? નહી થાય. બીજા શું કરે છે મને એનાથી કોઇ મતલબ નથી પરંતુ મારી સરકાર શું કરે છે મને એનાથી મતલબ છે, મારી સરકારનો મને આ નિર્ણય માન્ય નથી.

રાહુલ ગાંધીની પોતાની જ સરકાર વિરુદ્ધની ટીપ્પણી પર અજય માકને જણાવ્યું કે 'રાહુલ ગાંધી પોતે પોતાના વિચારો ધરાવે છે અને કોંગ્રેસ પાર્ટીમાં દરેકને પોતાના મત રાખવાનો અધિકાર છે. તેમણે જે કહ્યું તે તેમના પોતાના વિચારો છે અને કોંગ્રેસ તેમની સાથે છે.'

English summary
Ordinance on convicted politicians a complete nonsense, ordinance should be torn up and thrown away: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X