ધોની સમેત સિંધુ અને આ લોકોને મળશે પદ્મભૂષણ

Posted By:
Subscribe to Oneindia News

છેવટે ભારત સરકારે 26 જાન્યુઆરી પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દીધી. આ વર્ષે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને ભારતનો ત્રીજો સૌથી મોટો પુરસ્કાર પદ્મભૂષણ મળશે. નોંધનીય છે કે ધોની આ એવોર્ડ જીતનાર નવમાં ક્રિકેટર હશે. 2002માં ક્રિકેટર ચંદૂ બોર્ડે આ એવોર્ડ જીત્યો હતો. આ પહેલા સીકે નાયડૂ, મહારાજકુમાર સમતે કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરને આ એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત શટલ ક્વીન પીવી સિંધુ અને તેમના કોચ ગોપીચંદનને પણ પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવશે. વધુમાં શરદ પવાર, મુરલી મનોહર જોશી, પીએ સંગમા(મરણોપરાંત), જે. યેશુદાસને પણ આ એવોર્ડ આપવામાં આવશે.

dhoni


ગુજરાતીઓ અને પદ્મ એવોર્ડ
તો બીજી તરફ આ વખતે શ્રી રત્ન સુંદર મહારાજને ભક્તિવાદ માટે પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવશે. સંગીત ક્ષેત્રે ગુજરાતીના પુરુષોત્તમ ઉપાધ્યાયને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે વી.જી. પટેલ અને વિષ્ણુ પંડ્યાને પદ્મશ્રીથી નવાજાશે. મેડિકલ ક્ષેત્રે ડૉ. શુબ્રત્રો દાસ અને દેવેન્દ્ર પટેલને પદ્મશ્રી અપાશે. તો ખેતી ક્ષેત્રે જેનાભાઇ પટેલને પદ્મશ્રી આપવામાં આવશે.

English summary
Former Indian captain, Mahendra Singh Dhoni will be conferred with the Padma Bhushan award on Republic Day and he will receive this award along with Rio Olympics silver medallist, PV Sindhu and chief national badminton coach, Pullela Gopichand.
Please Wait while comments are loading...