સરબજીતના મૃતદેહને વિશેષ વિમાન દ્રારા ભારત લાવવામાં આવશે

નવી દિલ્હી, 2 મે: પાકિસ્તાન સરકાર લાહોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેનાર ભારતીય નાગરિક સરબજીતના દેહને ભારતને સોંપવા માટે તૈયાર થઇ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના વિદેશ સચિવ દ્રારા આ વાત સામે આવી છે. જો કે હજુ સુધી કોઇ આધિકારીક પુષ્ટી થઇ નથી. મળતી માહિતી મુજબ સરબજીત સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ તેને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. સરબજીત સિંહની મોત પર ભારતના ગૃહમંત્રીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે પાકિસ્તાને ભારતને દગો આપ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ગુરૂવારે સરબજીતના પરિવાર સાથે મુલાકાત કરીને કહ્યું હતું કે સરબજીત સિંહના દેહને ભારત લાવવા માટે વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે. લાહોરના જિન્ના હોસ્પિટલમાં બુધવારે મોટી રાત્રે સરબજીત સિંહનું નિધન થઇ ગયું હતું.

દિલ્હીમાં સરબજીતના પરિવાર સાથે સુશીલ કુમાર શિંદે મુલાકાત દરમિયાન હાજર અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ રાજ કુમાર વરકાએ કહ્યું હતું કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે સરબજીત સિંહના પરિવારને આશ્વાસન આપ્યું હતું કે પાકિસ્તાનથી તેમની લાશની વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે. વરકાએ કહ્યું હતું કે સરબરજીતનો પરિવાર સ્તબ્ધ છે અને સંવેદના ગ્રહણ કરવાની સ્થિતીમાં નથી કારણ કે તેમને સરબજીત સિંહના મોત પર વિશ્વાસ નથી.

તેમને કહ્યું હતું કે તેમના દેહને અમૃતસર સ્થિત તેમના પૈતૃક ગામમાં લઇ જવાશે અને સંપૂર્ણ સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ સરબજીત સિંહના પરિવારે ભારતમાં તેમના પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી સરબજીત સિંહનું લાહોરની જિન્ના હોસ્પિટલમાં મોડી રાત્રે દોઢ વાગે મોત નિપજ્યું હતું. સરબજીત સિંહ પર પાકિસ્તાનની જેલમાં ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે ગત છ દિવસો સુધી ડીપ કોમામાં રહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X