For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત જઇ રહ્યાં છો તો સંભાળીને જાઓઃ પાકિસ્તાન

By Super
|
Google Oneindia Gujarati News

pakistanflag
ઇસ્લામાબાદ, 7 મેઃ પાકિસ્તાને પોતાના નાગરીકોને ચેતવ્યા છે કે જો તે ભારત જવાનું વિચારી રહ્યાં છે તો સંભાળીને જાએ, કારણ કે તેમની જાન જોખમમાં મુકાઇ શકે છે. પાકિસ્તાન સરકારે આ સલાહ પોતાના એ નાગરીકો માટે જારી કરી છે જે કોઇ કારણસર ભારત યાત્રા પર જવાના છે.

પાકિસ્તાન સરકારે આ સલાહ એ સમયે જારી કરી છે જ્યારે જમ્મુ-કાશ્મિર જેલમાં થયેલા હુમલા બાદ પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ ગંભીર હાલતે ચંદીગઢની એક હોસ્પિટલમાં દાખલ છે. નોંધનીય છે કે, સનાઉલ્લાહ પર હુમલો, પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય સરબજીત પર હુમલો અને એ હુમલામાં તેનુ મોત થયા બાદ જ થયો હતો. જે દિવસે સરબજીતના મૃતદેહને સ્વદેશ લાવવામાં આવ્યો તે જ દિવસે પાકિસ્તાની કેદી પર જેલમાં હુમલો થયો હતો.

પાકિસ્તાન સરકાર તરફથી જારી આ સલાહમાં કહેવામાં આવ્યું છે કે ગત દિવસોમાં ભારતીય મીડિયામાં પરેશાન કરી મુકે તેવા સમાચારો આવી રહ્યાં છે. આ સમાચારોથી એવુ લાગી રહ્યું છે કે ભારત જતા પાકિસ્તાની નાગરીકોની સુરક્ષા ખતરામાં છે. પાકિસ્તાન સરકારની આ ચેતવણી એ 600થી વધારે જાયરીનો માટે પણ છે જે ઉર્સ માટે આ મહિને અજમેરશરીફ આવવાના છે.

નોંધનીય છે કે, સરબજીતનું મોત બાદ ઘટેલી ઘટનાઓથી ભારત-પાક સંબંધો ફરી એકવાર તણાવપુર્ણ થઇ ગયા છે. સરબજીતનું મોતથી ભારતીયો વચ્ચો ગુસ્સો હતો જે પાક કેદી પર થયેલા હુમલાથી પાકિસ્તાનમાં ગુસ્સો ફેલાયો છે.

English summary
The statement said there were "some disturbing reports in the Indian media which indicate that the safety and security of Pakistani visitors to India"
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X