પાકિસ્તાની કેદી સનાઉલ્લા 'ડીપ કોમા'માં, હાલત ગંભીર

ચંદીગઢ, 5 મે: જમ્મૂ જેલમાં અન્ય કેદીઓ સાથે થયેલી મારામારીમાં ઘાયલ થયેલા પાકિસ્તાને કેદી સનાઉલ્લાને અહી પીજીઆઇએમઆરમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે અને તે હવે 'ડીપ કોમા'માં સરી પડ્યો છે.

સ્નાતકોત્તર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (પીજીઆઇએમઇઆર) દ્વારા શનિવારે રાત્રે જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન મુજબ 'તે વેન્ટિલેટર પર છે અને ડીપ કોમામાં જતો રહ્યો છે. તેની હાલત ગંભીર છે. સનાઉલ્લાને શુક્રવારે સાંજે જમ્મૂથી હવાઇ એમ્બુલન્સના માધ્યમથી ચંદીગઢ લાવવામાં આવ્યો હતો. પીજીઆઇએમઆરના આઇસીયૂમાં કેટલાક ન્યૂરોસર્જન અને અન્ય ડોક્ટરોની ટીમ દેખભાળ કરી રહી છે.

આ પહેલાં એક મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કેદીની વધુ સારવાર તેની સ્થિરતા અને તંત્રિકા સંબંધી સ્થિતી પર નિર્ભર રહેશે. પાકિસ્તાન ઉચ્ચાયોગના અધિકારીઓની એક ટુકડીએ સનાઉલ્લાને જોવા માટે પીજીઆઇએમઆર આવી હતી. ભારતે ગઇકાલે રાત્રે પાકિસ્તાની હાઇકમીશનના અધિકારીઓને ઘાયલ કેદી સુધી રાજનયિક પહોંચની પરવાનગી આપી દિધી છે.

sanaullah

અધિકારી પાકિસ્તાની કેદીની હાલતની સતત જાણકારી રાખવા માટે ડોક્ટરોના સંપર્કમાં છે. સનાઉલ્લાને 199માં ધરપકડ બાદ ટાડા કાનૂન હેઠળ દોષી ગણવામાં આવ્યો હતો અને તે ઉંમરકેદની સજા કાપી રહ્યો હતો. આ હુમલાના મુદ્દે જેલ અધિક્ષક રજની સહગલ સહિત જેલના બે અધિકારીની જમ્મૂ કાશ્મીર સરકારે સસ્પેંડ કરી દિધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X