પાકિસ્તાન 'જુરાસિક પાર્ક' બની ગયું છેઃ કાત્જુ

તેમણે કહ્યું, ' તમે ઉપ મહાદ્વિપ, જે વિવિધતાઓથી ભરેલો છે, ત્યાં ધર્મના આધારે દેશનું નિર્માણ કરી શકો નહીં.' 'ભારત શું છે?', વિષય પર બોલતા કાત્જુએ કહ્યું કે ભાગલાં પાડવાં એ એક ભૂલ હતી અને ભારત તથા પાકિસ્તાન જેવા દેશ, જેમાં ધાર્મિક કટ્ટરતા અને હિન્દુ અને મુસ્લિમ આતંકવાદને સાંખી નહીં લેવાય.
કાત્જુનો એક લેખ 'ટ્રૂથ અબાઉટ પાકિસ્તાન' તાજેતરમાં જ પાકિસ્તાનના સમાચારપત્રમાં 'ધ નેશન'માં પ્રકાશિત થયો. તેમણે કહ્યું કે ભાગલાંએ એક દેશના રૂપમાં પાકિસ્તાનમાં બરબાદીના બીજ રોપી દીધા. તેમણે કહ્યું કે ભારત સંક્રમણના દોરમાંથી પસાર થઇ રહ્યું છે અને એક સામંતી કૃષિ પ્રધાન સમાજથી આધુનિક ઔદ્યોગિક સમાજમાં બદલાઇ રહ્યું છે.












Click it and Unblock the Notifications
