For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાની ગઢમાં પહોંચ્યુ મલેશિયાનું લાપતા વિમાન!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 માર્ચઃ મલેશિયાનું લાપતા વિમાન વિશ્વભર માટે રહસ્યમય બની ગયું છે. 10 દિવસથી લાપતા મલેશિયન વિમાનના હજી સુધી કોઇ પુરાવા મળ્યા નથી. વિશ્વના 18 દેશોના લોકો આ લાપતા વિમાનને શોધવામા લાગી ગયા છે. આકાશથી સમુદ્ર સુધી વિમાનની શોધ કરવામાં આવી રહી છે, પરંતુ વિમાનના કોઇ પુરાવા હાથ લાગ્યા નથી.

આ વચ્ચે ન્યૂઝ એજન્સી રોયટર્સને મળેલી માહિતી અનુસાર લાપતા વિમાનથી જે અંતિમ સંદેશ આવ્યો હતો તે સહ પાઇલોટનો હતો. મલેશિયન એરલાઇન્સના ચીફ એક્ઝિક્યૂટિવના હવાલાથી સમાચાર આવ્યા છે.

plane-without-logo
બ્રિટિશ અખબાર ધ ઇન્ડિપેન્ડેન્ટના સમાચાર અનુસાર મલેશિયન ઓથોરિટી એ થિયરી પર તપાસ કરવા માટે રાજકીય મંજૂરી માગી રહી છે, જેમાં આ વિમાન તાલિબાનના મજબૂત ગઢ ઉત્તરીય પશ્ચિમી પાકિસ્તાન સ્થિત અફઘાનિસ્તાન સરહદ પાસે લઇ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઓથોરિટી અનુસાર લાપતા વિમાનના કોકપિટથી અંતિમ સંદેશ ત્યારે મોકલવામાં આવ્યો, જ્યારે જેટની કોમ્યુનિકેશન સિસ્ટમ પહેલાં જ સ્વિચ ઓફ કરી દેવામાં આવી હતી. આ જાણકારી ત્યારે મળી જ્યારે એ સંદેશની તપાસ કરવામાં આવી જે એર ટ્રાફિક કન્ટ્રોલર્સને જેટના કોકપિટથી મોકલવામાં આવ્યો હતો. આ અંતિમ સંદેશમાં ઓલરાઇટ, ગુટ નાઇટ કહેવામાં આવ્યું. જ્યારે આ સંદેશો મોકલવામાં આવ્યો, ત્યારે વિમાનમાં રહેલી કોઇ વ્યક્તિએ વિમાનની એસીએઆરસી રિપોર્ટિંગ સિસ્ટમને નિષ્ક્રિય કરી દેવામાં આવી હતી.

આ સંદેશ આવ્યાને 14 મીનીટ બાદ કોઇએ વિમાનના ટ્રાન્સપોંડરને બંધ કરી દીધુ. ત્યારબાદ વિમાનનો રડારથી સંપર્ક તૂટી ગયો. સમાચાર એ પણ છેકે વિમાનને જાણી જોઇને ઘણું નીચે અંદાજે 5500 ફૂટની ઉંચાઇ પર ઉડાડવામાં આવ્યું જેથી તેને રડાર થકી પકડી શકાય નહીં.

English summary
Aviation officials in Pakistan, India and Central Asia as well as Taliban militants said they knew nothing about the whereabouts of a missing Malaysian jetliner after the search for Flight MH370 extended into their territory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X