For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ પુંછના મેંઢર સેક્ટરમાં પાકનુ ફાયરિંગ, સેનાનો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન તરફથી ફરીથી યુદ્ધવિરામ તોડવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યુ છે કે પુંછના મેંઢર સેક્ટરમાં થયેલી આ ફાયરિંગમાં અમુક ભારતીય જવાન ઘાયલ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન તરફથી ફરીથી યુદ્ધવિરામ તોડવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યુ છે કે પુંછના મેંઢર સેક્ટરમાં થયેલી આ ફાયરિંગમાં અમુક ભારતીય જવાન ઘાયલ થઈ ગયા છે. આ ઘાયલ જવાનોને હેલીકોપ્ટરથી ઉધમપુર સ્થિત સેનાના કમાંડ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. પાંચ ઓગસ્ટના રોજ જ્યારથી જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવી છે ત્યારથી જ પાકિસ્તાન તરફથી એલઓસી પર ફાયરિંગ કરવામાં આવી રહ્યુ છે અને સતત યુદ્ધવિરામનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. શનિવારે પણ પાકે પુંછના ઘણા સેક્ટર્સમાં સતત ફાયરિંગ કર્યુ હતુ.

poonchh

સેનાએ નષ્ટ કર્યા મોર્ટાર શેલ

રવિવારે સેનાએ એલઓસી પાસે પાકિસ્તાન સેના તરફથી ફાયર કરાયેલ એક 120 એમએમના મોર્ટાર શેલને નિષ્ક્રિય કર્યુ હતુ. આ શેલ મેંઢર સેક્ટરના બાલાકોટ વિસ્તારમાં એક ઘર પાસે પડ્યુ હતુ. શનિવારે ફાયર કરાયેલ આ મોર્ટાર સેલના વિશેષજ્ઞ આ વિશે સમાચાર મળતા જ તરત જ એ જગ્યાએ પહોંચી ગયા અને તેમણે આ શેલને નષ્ટ કર્યુ. પાકિસ્તાન સેના તરફથી ઈન્ડિયન આર્મીની ફોરવર્ડ પોસ્ટ્સ અને અમુક ગામોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શુક્રવાર અને શનિવારે પણ પાક તરફથી ફાયરિંગ ચાલુ હતુ. સેના તરફથી પાક તરફથી થઈ રહેલ આ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Article 370 ને હટાવવાના વિરોધ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીઆ પણ વાંચોઃ Article 370 ને હટાવવાના વિરોધ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

English summary
Pakistan violates ceasefire in Mendhar, Poonch Jammu Kashmir and reports say that few Indian soldiers are injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X