પાકે ફરી તોડ્યુ સીઝફાયર: રાત્રે 2 વાગ્યાથી પૂંછમાં ફાયરિંગ ચાલુ, 2 જવાન શહીદ, 3 ઘાયલ
પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. રવિવારે રાત્રે 2 વાગ્યાથી પૂંછ જિલ્લાના કેજી સેક્ટરમાં ફાયરિંગ ચાલુ છે...
પડોશી દેશે પોતાની નાપાક હરકતો ચાલુ જ રાખીને ફરી એક વાર નિયંત્રણ રેખા પર ગોળીબાર ચાલુ કરી દીધો છે. તેની સેના રાત્રે 2 વાગ્યાથી સતત જમ્મૂના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) સ્થિત ઇંડિયન ચોકીઓ પર ફાયરિંગ કરી રહી છે. આ ઘટનામાં આર્મીના બે જવાન શહીદ થઇ ગયા છે અને 1 નાગરિક સહિત 2 જવાન ઘાયલ થયા છે.

પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાએ આ ક્ષેત્રમાં નાગરિક અને સુરક્ષા એકમોને નિશાન બનાવીને 4 સ્થળોએ કારણ વગર ગોળીબાર શરુ કરી દીધો હતો જેનો જડબાતોડ જવાબ ભારતીય સેના આપી રહી છે. તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન તરફથી સીમા પર ગોળીબાર ચાલુ છે જેનો જડબાતોડ જવાબ ભારતીય સેના આપી રહી છે. આ ફાયરિંગમાં પાકિસ્તાનને પણ ઘણુ નુકશાન થયુ છે પરંતુ તે પોતાની નાપાક હરકતો બંધ કરતુ નથી.












Click it and Unblock the Notifications
