For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો સંસદ હુમલાથી માંડીને અફઝલ ગુરૂની ફાંસી સુધીનો ઘટનાક્રમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

afzal-guru-parlament
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી: 13 ડિસેમ્બર 2001 ના રોજ જૈશ-એ-મોહંમદના પાંચ આતંકવાદીઓએ ભારતીય લોકતંત્રના પવિત્ર મંદિર ભારતીય સંસદ પર હુમલો થયો હતો. આ પાકિસ્તાનની લોકતંત્રના મંદિરને નેસ્તનાબૂદ કરવાનું એક આતંકવાદી કાવતરૂ હતું, પરંતુ આપણા સુરક્ષાકર્મીઓએ પોતાની જીવની પરવાહ કર્યા વિના આ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ, લોકતંત્રનું પવિત્ર મંદિર જ્યાં જનતા દ્રારા ચુંટેલા સાંસદો ભારતની નિતી-નિર્ણય કરે છે. સામાન્ય દિવસોમાં જ્યારે સંસદ ભવનના પરિસરમાં કોઇ સફેદ રંગની એમ્બેસેડર આવે છે તો કોઇ ધ્યાન આપતું નથી, પરંતુ તે દિવસે તે સફેદ રંગની એમ્બેસેડરે આતંક મચાવ્યો હતો. સંસદ ભવનના પરિસરમાં અચાનક એક સફેદ એમ્બેસેડરમાં આવેલા જૈશ-એ-મોહંમદના પાંચ આતંકવાદીઓ 45 મિનિટ સુધી સંસદ પરિસરમાં ગોળીબાર કરી ખળભળાટ મચાવ્યો હતો. સંસદ પર અચાનક થયેલા હુમલામાં આખા દેશને હચમચાવી મૂક્યો હતો.

સંસદ પરિસરમાં અચાનક થયેલા હુમલાને હાજર સુરક્ષાકર્મીઓએ જીવ જોખમે સામનો કર્યો હતો. લોકતંત્રના આ મંદિર પર આંચ ન આવે તે માટે તેમને પોતાના જીવ જોખમે પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓનો સામનો કરવા દિલ્હી પોલીસના પાંચ જવાનો, સીઆરપીએફની મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ શહીદ થયા હતા. આ મુઠભેડમાં 16 જવાનો ઘાયલ થયા હતા.

સંસદ પર હુમલાનું કાવતરૂ ઘડનાર મુખ્ય આરોપી અને હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સંસદ પર હુમલાનું કાવતરૂ ઘડવાના આરોપોમાં સુપ્રિમ કોર્ટે 4 ઓગષ્ટ 2005ના રોજ અફઝલ ગુરૂને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે 20 ઓક્ટોબર 2006ના રોજ અફઝલ ગુરૂને ફાંસીના માંચડે લટકાવાયો હતો. 3 ઓક્ટોબર 2006ના રોજ અફઝલ ગુરૂની પત્ની તબ્બસુમે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરી હતી. ત્યારથી મુદ્દો વિચારણા હેઠળ હતો.

મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસીના માંચડે લટકાવ્યા બાદ અફઝલ ગુરૂને પણ ફાંસીએ લટકાવવાની માંગ થઇ રહી છે. રાષ્ટ્રપતિએ આ દયાની અરજી પર ગૃહમંત્રીની સલાહ માંગી હતી. ગૃહ મંત્રાલયે આને દિલ્હી સરકારને મોકલી આપી હતી જ્યાં દિલ્હી સરકારે તેને નકારી કાઢી ગૃહમંત્રાલયને પાછી મોકલી હતી. ગૃહ મંત્રાલયે પણ દયાની અરજી નિર્ણય લેવામાં સમય વિતાવ્યો હતો પરંતું મંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિ પાસે મોકલી દિધી હતી. અંતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અફઝલ ગુરૂની દયાની અરજીને નકારી કાઢી ફાંસીના માંચડે ચઢાવવાની મોહર લગાવી હતી અને ત્યારબાદ ગૃહમંત્રાલયે અફઝલ ગુરૂને ફાંસી પર લટકાવવાના નિર્ણયને અંતિમ રૂપ આપતાં શનિવારે સવારે તિહાર જેલમાં ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો.

English summary
Three months after 26/11 attack convict Mohammed Ajmal Amir Kasab's execution, Parliament attack convict Afzal Guru was hanged in a top-secret operation on Saturday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X