કોલસા મંત્રાલયની ગુમ ફાઇલોના મુદ્દે સંસદમાં હોબાળો
નવી દિલ્હી, 22 ઑગસ્ટ : કોલસા બ્લોક ફાળવણી સંબંધિત ફાઇલોના ગુમ થવાના મુદ્દે પ્રધાનમંત્રીના નિવેદન અને સંકલિત આંધ્રા સહિત અન્ય માંગો પર બીજેપી સહિત વિભિન્ન દળોના સભ્યોના ભારે હોબાળાના કારણે ગુરુવારે સંસદના બંને ગૃહોની કાર્યવાહી પ્રભાવિત થઇ હતી અને ગૃહની કાર્યવાહીને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
કોલસા મંત્રાલય સાથે જોડાયેલ ફાઇલો ગુમ થવાના મુદ્દા પર મનમોહન સિંહના નિવેદનને લઇને લોકસભાની કાર્યવાહી શરુ થયાના કેટલાક મિનિટ બાદ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. જ્યારે કોલસા મંત્રાલયની ફાઇલો ગુમ થયાના મુદ્દા પર વિપક્ષના હોબાળાના કારણે રાજ્યસભાની બેઠક પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.

હોબાળાના કારણે સભાપતિ હામિદ અંસારીએ ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરી દીધી હતી. લોકસભામાં ભાજપાના સૂત્રોચ્ચારના કારણે કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી. બાદમાં ગૃહની કાર્યવાહી ફરી ચાલુ થઇ હતી પરંતુ ફરી ભાજપી નેતાઓએ ન્યાય મેળવવાના સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી આવતીકાલ માટે સ્થગિત કરી દેવામાં આવી.












Click it and Unblock the Notifications
