For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11 અંગે પાક સરકારને આડેહાથ લેતા મુશર્રફ

|
Google Oneindia Gujarati News

pervez-musharraf
નવીદિલ્હી, 17 નવેમ્બરઃશનિવારે દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં પરવેઝ મુશર્રફે 26/11ના મુંબઇ હુમલાને લઇને પાકિસ્તાન સરકારને આડેહાથ લીધી છે. મુશર્રફે કહ્યું કે 26/11ના મુખ્ય આરોપી હાફિઝ સઇક પાકમાં ખુલ્લા ફરી રહ્યાં છે અને સરકાર તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી રહી નથી. ભારત સાથે સંબંધોને મધુર બનાવી રાખવા છે તો પાકિસ્તાને 26/11ના પીડિતોને ન્યાય અપાવવો જ પડશે.

મુશર્રફે પોતાના પાકિસ્તાન પરત ફરવા અંગે કહ્યું કે હું યોગ્ય સમય પર પાકિસ્તાન પરત ફરીશ. પોતાના વર્તમાન જીવન અંગે મુશર્રફે કહ્યું કે, મારું સ્વિસ બેન્કમાં કોઇ એકાઉન્ટ નથી. હું લેક્ચર લઉં છુ, જેમાંથી મને પૈસા મળે છે અને મરો ખર્ચ ચાલે છે. તેમણે એ વાતનો સ્વિકાર કર્યો કે તેમને લંડનમાં 1450 અને દુબઇમાં 3000 સ્ક્વેર ફૂટનો એક ફ્લેટ છે.

ભારત પાક સંબંધો અંગે તેમણે કહ્યું છે કે બન્ને દેશો વચ્ચે સંસ્કૃતિ, ધાર્મિક અને મેડિકલ ટૂરિઝમને વધારવી જોઇએ. પાકિસ્તાનની સેના ભારત સાથે સુલેહ કરવા ઇચ્છે છે. તણાવ કોઇના પણ હિતમાં નથી, કારણ કે બન્ને દેશો પરમાણુ સમ્પન્ન છે. તેમણે કાશ્મિર સમસ્યાનું નિરાકરણ લાવવા અંગે પણ દબાણ આપ્યું અને કહ્યું કે આ મુદ્દે દેશોએ સંયમથી કામ કરવું જોઇએ.

English summary
Pakistan former President Parvez Musharraf visited Delhi today in a seminar. He spoke there over Mumbai Terror attack and slammed Pak government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X