For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીઃ વિદર્ભમાં છવાયો હતો પટેલનો જાદૂ

By Super
|
Google Oneindia Gujarati News

નાગપુર, 18 માર્ચઃ લોકસભા ચૂંટણી 2014ને હવે ગણ્યાં ગાઠ્યાં દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવીને સંસદ ભવનમાં પોતાના સર્વાધિક ઉમેદવારોને વિજયી બનાવીને મોકલવાની તૈયારી આદરી દેવામાં આવી છે. જો કે, જ્યારે પણ લોકસભાની ચૂંટણી યોજાય છે, ત્યારે આ પહેલાની ચૂંટણીમાં કયા ઉમેદવાર દ્વારા ચૂંટણી જંગમાં કેવું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, એ અંગે ચર્ચા ચાલું થઇ જતી હોય છે.

2009ની લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારે દિલ્હી ખાતે સંસદ ભવનમાં ચાર કોંગ્રેસી, ત્રણ શિવસેનાના, બે ભાજપના અને એક એનસીપીના ઉમેદવારો મોકલ્યા હતા, પરંતુ ભાન્દારા-ગોન્દિઆ બેઠક પરથી ઉભા રહેલા એનસીપીના ઉમેદવાર પ્રફુલ પટેલે સૌથી મોટા માર્જીન 2,51,915 મતોથી અને કોંગ્રેસના મુકુલ વાસનિક કે જેઓ રામટેકે સૌથી ઓછા માર્જીન 16,701 મતોથી ચૂંટણી જીતી હતી.

વાસનિકની વાત કરવામાં આવે તો વાસનિક આમ તો બુલદાના સાથે ઘરોબો ધરાવે છે, પરંતુ પહેલીવાર તેમને રામટેકથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભાન્દારા-ગોંડિઆમાં કોંગ્રેસ અને એનસીપીના આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો તેઓનું પ્રદર્શન સારું રહ્યું છે તેમની યુતિએ પાંચ બેઠકો મેળવી હતી, ચાર કોંગ્રેસની અને એક એનસીપીની. ભાજપ અને શિવસેનાની યુતિની વાત કરવામાં આવે તો બન્નેએ આ વિસ્તારમાં પાંચ બેઠકો મેળવી હતી. 10 બેઠકોની વાત કરવામાં આવે તો કોંગ્રેસના મારોત્રાઓ કોવાસે એક નવા ચહેરા તરીકે સામે આવ્યા હતા. તેઓ ગઢચિરોલીમાંથી વિજયી થયા હતા. નોંધનીય છે કે 2004ની ચૂંટણી બાદ લોકસભામાં આ વિસ્તારની 11 બેઠકોમાંથી 10 બેઠકો કરી દેવામાં આવી હતી. તો ચાલો તસવીરો થકી 2009ના કેટલાક રસપ્રદ આંકડાઓ પર નજર ફેરવીએ.

સૌથી હાઇએસ્ટ મતોમાં બીજા નંબરે દત્તા મોઘે

સૌથી હાઇએસ્ટ મતોમાં બીજા નંબરે દત્તા મોઘે

અન્ય સૌથી હાઇએસ્ટ મતોથી વિજયી થયેલા નેતાઓની વાત કરવામાં આવે તો કોંગ્રેસને વરિષ્ઠ નેતા દત્તા મોઘે(વર્ધા બેઠક) બીજા સ્થાને છે, જેમણે 95,918 મત મેળવ્યા હતા, ત્યાર બાદ ભાજપન સાંસદ સંજય ધોત્રે(64,848), અનાન્દ્રાઓ અબ્સુલ(શિવસેના-61,716) અને ભાવના ગાવલી(શિવસેના-56,951) છે.

અન્ય ચાર ઉમેદવારો

અન્ય ચાર ઉમેદવારો

અન્ય ચાર ઉમેદવારોની વાત કરવામાં આવે તો વિલાસ મુત્તેમવાર(નાગપુર-35,000), હંસરાજ આહિર(32,495) અને કોવાસે(28,586) માર્જીન સાથે વિજયી થયા છે.

10 બેઠકોમાં 95 અપક્ષ ઉમેદવાર

10 બેઠકોમાં 95 અપક્ષ ઉમેદવાર

બલદાનાએ 28,078 મતના માર્જીનથી જીત્યા હતા. આંકડાઓ અનુસાર 10 બેઠકોમાં 194 ઉમેદવારો હતા, જેમાં 95 એવા ઉમેદવારો હતા કે જેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.

સૌથી વધુ ઉમેદવાર નાગપુરમાં

સૌથી વધુ ઉમેદવાર નાગપુરમાં

નાગપુરમાંથી 27 ઉમેદવારો હતા જ્યારે યવતમાલમાં 28 ઉમેદવારોએ ચૂંટણીમાં જંપલાવ્યું હતું. અકોલા અને ગઢચિરોલીમાં 11 ઉમેદવારો હતા. નાગપુરની વાત કરવામાં આવે તો નાગપુરમાં 27 ઉમેદવારોમાંથી સૌથી વધારે 14 ઉમેદવારો અપક્ષ તરીકે લડ્યા હતા.

English summary
The previous Lok Sabha elections in 2009 sent four Congress nominees, three Shiv Sena, two BJP and one NCP candidate to New Delhi. But the NCP candidate Praful Patel from Bhandara-Gondia constituency won by a highest margin of 2,51,915 votes while Mukul Wasnik of Congress from Ramtek polled the lowest (16,701 votes) among the 10 candidates in Vidarbha regon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X