For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશનો બફાટ: જો બ્લાસ્ટ ના થતા, તો હુંકાર રેલી થતી ફ્લોપ!

|
Google Oneindia Gujarati News

પટણા, 12 નવેમ્બર: ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પટણામાં આયોજિત હુંકાર રેલી દરમિયાન આપરાધીકરીતે સુરક્ષાની અણદેખી કરવાના કારણે રેલીમાં વિસ્ફોટો થવાના આરોપ પર પલટવાર કરતા મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે જણાવ્યું કે નરેન્દ્ર મોદી જુઠ્ઠાણાની ખેતી કરવામાં એક્સપર્ટ છે.

પટણાના એક અણેમાર્ગ સ્થિત મુખ્યમંત્રી રહેઠાણ પર આયોજિત જનતા દરબાર બાદ પત્રકારો સાથે વાતચીત કરતા નીતિશે આ નિવેદન આપ્યું. પટણામાં આયોજિત ભાજપાની હુંકાર રેલી દરમિયાન સુરક્ષાની અણદેખી કરાયાને કારણે ત્યાં વિસ્ફોટો થયાના મોદીના નિવેદન પર પલટવાર કરતા નીતિશ કુમારે જણાવ્યું કે રેલીમાં સીરિયલ બ્લાસ્ટ થયા એ નિનંદીય છે પરંતુ આતંકવાદીઓએ ભાજપની વિસ્ફોટ કરીને મદદ ના કરી હોત તો આ રેલી ફ્લોપ રહી હોત. તેમણે જણાવ્યું કે એ રેલીના મામલામાં તો એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભીડના મામલામાં આ રેલી વિશ્વ રેકોર્ડ તોડી નાખશે.

નીતિશે કુમારે રેલીમાં ખૂબ જ ઓછા લોકોના આવવાનો દાવો કરતા જણાવ્યું કે પટણા રહેવાસીઓની પણ આ રેલીમાં ખૂબ જ ઓછી હાજરી હતી. અડધુ ગાંધી મેદાન તો ખાલી હતું.

પટણામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ પર મોદીના બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ટિકા કરતા તેમને અસંવેદનશીલ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે એ સમયે રાજગીરમાં નીતિશ કુમાર છપ્પનભોગ આરોગવામાં તલ્લીન હતા. તેમના આરોપ પર નીતિશે જણાવ્યું કે મોદીએ ફરી ખોટું કહ્યું છે.

nitish kumar
નીતિશ કુમારે જણાવ્યું કે પટણામાં 27 ઓક્ટોબરના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટને લઇને તેમની સંવેદનશીલતા એટલી જ રહી કે તેમણે તત્કાલ તમામ કાર્યક્રમોમાં (મુંગેરમાં આંતરરાષ્ટ્રીય યોગ સમ્મેલન અને રાજગીરમાં જેડીયુના સમ્મેલનમાં જવાનો કાર્યક્રમ)ને રદ્દ કરીને અહી રહેવાનું યોગ્ય સમજ્યું અને ઉચ્ચ હોદ્દેદારોની સાથે પરિસ્થિતિઓને લઇને ચર્ચાવિચારણા કરી.

નીતિશ કુમારે મોદી પર એવો પણ આરોપ લગાવ્યો કે અમદાવાદમાં 2008માં વિસ્પોટ થયા હતા તો નરેન્દ્ર મોદી કયા પીડિત પરિવારને જઇને મળ્યા હતા? તેમજ ઘાયલોને મળવા માટે હોસ્પિટલ પણ ગયા હતા?

ભાજપ દ્વારા વારંવાર એ આરોપ લગાવવા પર કે નીતિશ કુમાર અને બિહાર સરકાર દ્વારા સુરક્ષામાં ઢીલાસને કારણે રેલીમાં બ્લાસ્ટ થયા, પર નીતિશ કુમારે જણાવ્યું કે આવું વારંવાર કહીને તેઓ હિટલરના સલાહકાર ગોબેલ્સના એ સિદ્ધાંત પર ચાલી રહ્યા છે કે કોઇ જુઠ્ઠાણાને સો વખત વાગોળવાથી તે સત્ય થઇ જાય છે.

English summary
Bihar chief minister Nitish Kumar on Monday accused the BJP of not "cleaning up" the Gandhi Maidan after the October 27 Hoonkar rally, saying the terror attack helped the saffron party politically.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X