હવે માત્ર 1000 રૂપિયામાં કરો હેલિકોપ્ટરની સવારી

લખનૌ, 10 જૂન : જો તમારા વર્ષોની ઇચ્છા હોય કે હવામાં ઉડીને પૃથ્વી પરનો નજારો માણવો પણ તેના ખર્ચને ધ્યાનમાં લઇને તમે તમારી ઇચ્છાને અભરાઇએ ચઢાવી દીધી હોય તો ફરી એકવાર એ ઇચ્છાને તમારામાં જીવંત કરો. કારણ કે હવે માત્ર રૂપિયા 1000માં હેલિકોપ્ટરની સવારી કરવાની શક્ય છે.

pawan-hans-helicoptor

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી - કાનપુરથી લખનૌ વચ્ચે ગત 1 જૂનથી પવન હંસની અનોખી ટ્રાયલને મળેલી સફળતા બાદ આ યોજનાના વિસ્તૃતીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં કાનપુર શહેરના લોકો માટે 'ફીલ ધ હેલિકોપ્ટર રાઇડ ટૂર' શરૂ કરવામાં આવનાર છે. આ જોય રાઇડ એન્જોય કરવા પ્રતિ વ્યક્તિ રૂપિયા 1000નો ચાર્જ રાખવામાં આવ્યો છે. આ રાઇડ અંદાજે 10 મીનિટની રહેશે.

જોય રાઇડનું શેડ્યુલ્ડ એવી રીતે તૈયાર કરવામાં આવશે કે તેમાં કાનપુર - લખનૌની વચ્ચેની નિયમિત સેવામાં કોઇ અવરોધ ઉભો ના થાય. આઇઆઇટી કાનપુર અને પવન હંસની આ યોજના દેશમાં આ પ્રકારની પહેલી યોજના છે. આઇઆઇટી કાનપુર અને પવન હંસ સાથે મળીને કાનપુરના ઉદ્દમિયો અને સામાન્ય લોકો માટે પણ આઇઆઇટી કાનપુરમાં લખનૌ એરપોર્ટના રાઉન્ડ ટ્રિપની શેડ્યુલ્ડ સર્વિસ શરૂ કરશે. તેમાં એક તરફનું ભાડું રૂપિયા 6000 પ્રતિ વ્યક્તિ હશે. તેમાં મુસાફરો 10થી 15 કિલો વજન પોતાની સાથે લઇ જઇ શકશે. આ સેવા 21 જૂનથી શરૂ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X