પવન કલ્યાણની પાર્ટીએ આંધ્રપ્રદેશમાં ભાજપ સાથે ગઠબંધનની કરી જાહેરાત
આંધ્રપ્રદેશમાં દક્ષિણ ભારતના સિનેમા સ્ટાર પવન કલ્યાણની પાર્ટી જનસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનની ઘોષણા કરી છે. પવન કલ્યાણની પાર્ટીએ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.
આંધ્રપ્રદેશમાં દક્ષિણ ભારતના સિનેમા સ્ટાર પવન કલ્યાણની પાર્ટી જનસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનની ઘોષણા કરી છે. પવન કલ્યાણની પાર્ટીએ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે જનસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન રચ્યું ત્યારે આંધ્રપ્રદેશમાં ભાજપના સહ પ્રભારી એસ. દેવધરે કહ્યું કે જનસેનાએ બિનશરતી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. સીટની વહેંચણી અંગે જનસેના કહે છે કે ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમે સ્વીકારીશું, અમારી પાર્ટી તરફથી કોઈ માંગ નથી.

આ પણ વાંચો: નિર્ભયાના દોષિતોને ફાંસી આપતી વખતે જલ્લાદ બેભાન થઈ જાય તો?












Click it and Unblock the Notifications
