For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીઓ પરના નિવેદન બદલ જયસવાલ વિરુદ્ધ કેસ દાખલ

By Super
|
Google Oneindia Gujarati News

Sriprakash Jaiswal
કાનપુર, 03 ઑક્ટોબરઃ મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપીને કેન્દ્રીય કોલસાપ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. બુધવારે કાનપુરની સીએમએમ કોર્ટમાં તેમના વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે અંગેની સુનાવણી આગામી 8 ઓક્ટોબરના રોજ થશે. 'જુની પત્નીઓ' અંગેના જયસવાલના નિવેદનથી મહિલાઓ ગુસ્સે ભરાઇ હતી અને વિરોધ પ્રદર્શન કરતા તેમના પૂતળાનું દહન કર્યું હતું. જો કે આ નિવેદન પછી તેમણે માફી માગી લીધી હતી.

માફી માગતા તેમણે કહ્યું હતું કે, તેમણે જે કહ્યું છે તેને સંદર્ભ વગર રજૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં આ દેશની માતા અને બહેનોને મારી વાતથી દુઃખ પહોંચ્યું હોય તો હું તેમની માફી માંગવા તૈયાર છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના જન્મદિનના એક કાર્યક્રમ દરમિયાન 30 નવેમ્બરે કાનપુરમાં જયસવાલે કહ્યું હતું કે નવી-નવી જીત અને નવા-નવા લગ્ન બન્નેનું પોતાનું મહત્વ છે. જેમ-જેમ સમય વિતતો જશે જીત જુની થઇ જશે. જેમ-જેમ સમય વીતે છે પત્ની જુની થવા લાગે છે. તેમાં એ મજા નથી રહેતો. આ નિવેદન બાદ ચારે તરફ વિરોધના વાયરો ફુંકાયો હતો. તમામે શ્રીપ્રકાશ જયસવાલ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો.

મહિલા આયોગ, ભાજપ નેતા સ્મૃતિ ઇરાની સહિત બધાએ શ્રીપ્રકાશ જયસવાલ પર ટીકાઓનો મારો લગાવી દીધો હતો. બધાનું કહેવું હતું કે, તેમને કોઇ હક નથી કે તે મહિલાઓની તુલના જીત સાથે કરે. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે જ્યારે જયસવાલે આ અંગે માફી માંગી લીધી છે તો પછી મામલો અહીં જ ખત્મ કરી દેવો જોઇએ.

English summary
A petition was filed in court of Kanpur against Coal Minister Sriprakash Jaiswal for his comments on women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X