કોચ્ચિમાં મોદીની રેલીમાં માનમહેરામણ, જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

કોચ્ચિ, 9 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં દક્ષિણ ભારતની યાત્રા પર છે. નરેન્દ્ર મોદીએ રવિવારે કોચ્ચિ ખાતે રેલીને સંબોધી હતી.

નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં જણાવ્યું કે ગઇ સદીમાં મોટાભાગના મહાપુરુષો કાંતો નીચી જ્ઞાતિમાં પેદા થયેલા અથવા તો દલિત, શોષિત સમાજમાં પેદા થયેલા લોકોની સેવામાં પોતાનું જીવન ખપાવી દીધું હતું. મહાત્મા એંયાકલે, મહાત્મા ગાંધી, ડોંક્ટર આંબેડકર, જ્યોતિબા ફૂલે વગેરે... કોચ્ચિના મેયરનું નામ લખ્યું છે પરંતુ તેઓ આવ્યા નહીં, હું આજે પણ અનટબિલિટીનો શિકાર બનતો રહ્યો છું.

હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતા આજુબાજુમાં ઘરોમાં વાસણ માંજતી હતી, પાણી વેચતી હતી, અને હું રેલના ડબ્બામાં ચા વેચતો હતો. નાનપણમાં શાળામાં એક નાટક કરતો હતો. તેનું નામ હતું 'પીળો પૂલ'. અને તે અભિનય સંપૂર્ણપણે અસ્પૃશ્યતાની વિરુદ્ધ મારી ભાવનાઓને પ્રકટ કરતી હતી. આની વિરુધ્ધ હું શાળાકીય જીવનમાં પણ લડત લડતો હતો.

કોચ્ચિમાં મોદીની રેલી

કોચ્ચિમાં મોદીની રેલી

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે દક્ષિણ ભારતના કોચ્ચિ ખાતે રેલીને સંબોધી હતી.

કોચ્ચિની રેલીમાં ભારે જનમેદની

કોચ્ચિની રેલીમાં ભારે જનમેદની

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીને સાંભળવવા માટે તેમના પ્રશંસકો અને કાર્યકર્તાઓની ભારે ભીડ જામી હતી. દૂર દૂર સુધી લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યાં હતા.

મહાપુરુષો કાંતો નીચી જ્ઞાતિ અથવા દલિત

મહાપુરુષો કાંતો નીચી જ્ઞાતિ અથવા દલિત

નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં જણાવ્યું કે ગઇ સદીમાં મોટાભાગના મહાપુરુષો કાંતો નીચી જ્ઞાતિમાં પેદા થયેલા અથવા તો દલિત, શોષિત સમાજમાં પેદા થયેલા લોકોની સેવામાં પોતાનું જીવન ખપાવી દીધું હતું. મહાત્મા એંયાકલે, મહાત્મા ગાંધી, ડોંક્ટર આંબેડકર, જ્યોતિબા ફૂલે વગેરે... કોચ્ચિના મેયરનું નામ લખ્યું છે પરંતુ તેઓ આવ્યા નહીં, હું આજે પણ અનટબિલિટીનો શિકાર બનતો રહ્યો છું.

આગામી 10 વર્ષ દલિતો-શોષિતોનું ચાલશે

આગામી 10 વર્ષ દલિતો-શોષિતોનું ચાલશે

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું ભાઇઓ બહેનો હું ખૂબ જ નમ્રતાપૂર્વક કહેવા માગુ છું કે આઝાદીના 60 વર્ષોમાં જે પણ ઉતાર ચડાવ આવ્યા છે, તેની પાછળ કોઇની પણ અસર રહી હોય પરંતુ મારા શબ્દો લખીને રાખજો કે આવનારા 10 વર્ષ દલિતો-શોષિતોનું ચાલશે.

માતાનું ઉદાહરણ

માતાનું ઉદાહરણ

હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતા આજુબાજુમાં ઘરોમાં વાસણ માંજતી હતી, પાણી વેચતી હતી, અને હું રેલના ડબ્બામાં ચા વેચતો હતો. નાનપણમાં શાળામાં એક નાટક કરતો હતો. તેનું નામ હતું 'પીળો પૂલ'. અને તે અભિનય સંપૂર્ણપણે અસ્પૃશ્યતાની વિરુદ્ધ મારી ભાવનાઓને પ્રકટ કરતી હતી. આની વિરુધ્ધ હું શાળાકીય જીવનમાં પણ લડત લડતો હતો.

દલિત દિકરીના હાથે પૂજા

દલિત દિકરીના હાથે પૂજા

જ્યારે હું મુખ્યમંત્રી બન્યો તો સરકારી અધિકારીઓએ જણાવ્યું કે બંગલા પર જતા પહેલા પૂજા થઇ જાય તો સારુ છે. મે તેમને જણાવ્યું કે એક કામ કરો.. મેં તેમને કહ્યું આપણી સરકારના કોઇ દલિત સમાજના કોઇ પટાવાળાની દીકરીના હાથે ત્યાંની પૂજા કરાવો પછી હું તે ઘરમાં રહેવા માટે જઇશ.

પ્રથમવાર માછીમાર રાજ્યસભામાં બેસશે

પ્રથમવાર માછીમાર રાજ્યસભામાં બેસશે

મિત્રો આપને એ જાણીને ખુશી થશે કે હમણા અમારા ગુજરાતમાંથી અમે રાજ્યસભાના ચૂંટણીમાં અમારી પાર્ટીએ એક દલિતને સાંસદ તરીકે મોકલ્યો છે. અને બીજો રાજ્યસભાનો મેમ્બર એક માછીમાર છે. પહેલી વાર એવું બનશે કે કોઇ માછીમાર રાજ્યસભામાં બેસશે.

મેં પરિવાર માટે કંઇ કર્યું નથી

મેં પરિવાર માટે કંઇ કર્યું નથી

છેલ્લા 60 વર્ષોથી જે લોકો સરકાર ચલાવી રહ્યા છે તેમને એમજ લાગે છે કે બધું જ એક પરિવારે કર્યું છે, બાકી કોઇએ કંઇ નથી કર્યું. દરેક નેતાઓ પર એક આરોપ લાગે છે કે તેઓ સત્તામાં આવે છે અને પોતાના પરિવારને માલામાલ કરી દે છે. મેં સરકારમાં આવીને મારા પરિવાર માટે કંઇ નથી કર્યું.

દલિત શોષિત મારો પરિવાર

દલિત શોષિત મારો પરિવાર

આપ 2014 માટે મને સાથ આપશો તો હું પરિવાર માટે કંઇક કરવા માગું છું, મારો પરિવાર એ નથી જેણે મને જન્મ આપ્યો પરંતુ મારો પરિવાર આપ છો, જેમના માટે હું કંઇક કરવા માંગુ છું. ભાઇઓ-બહેનો આપ મારો પરિવાર છો, આ દલિત, શોષિત, આદિવાસી મારો પરિવાર છે. હું તેમની વચ્ચેથી જ આવું છું.

કુપ્રથાઓમાંથી મુક્તિનો સંકલ્પ લો

કુપ્રથાઓમાંથી મુક્તિનો સંકલ્પ લો

જો આપણે વિકાસ કરવો હોય, પ્રગતી કરવી હોય તો બે વસ્તુઓમાં ક્યારેય પણ સમજૂતી કરવી નહી. બાળકોને જેટલું બની શકે તેટલું ભણાવો, અને બીજું સદીઓથી ચાલી આવતી કુપ્રથાઓમાંથી મુક્તિનો સંકલ્પ લો.

'શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો..'

'શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો..'

બાબા સાહેબ આંબેડકરે ત્રણ વસ્તુઓ કહી હતી, જેનું આજે પણ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે 'શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો..'

ન્યાય આપણો અધિકાર છે

ન્યાય આપણો અધિકાર છે

હવે આપણે ન્યાય માટે ભીખ નહીં માગીએ. ન્યાય આપણો અધિકાર છે. વોટબેંકની રાજનીતિમાં તોડો અને રાજ કરો એવું જ ચાલી આવ્યું છે. જાતજાતના ભેદભાવ ઉભા કરીને લડાવવામાં આવ્યા અને રાજ કરવામાં આવ્યું.

English summary
Narendra Modi addressing a Public Meeting in Kochi organised by Kerala Pulayar Mahasabha (KPMS).

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.