સુરક્ષિત રેલ યાત્રા માટે થશે સ્પેસ ટેક્નિકનો પ્રયોગ: પિયુષ ગોયલ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા 3 વર્ષમાં રેલવેમાં વાર્ષિક રોકાણ ત્રણ ગણું થયું છે. સુરેષ પ્રભુ બાદ નવા રેલ મંત્રી બનેલ પિયુષ ગોયલ રેલવેમાં સુરક્ષાનાના ધોરણે સુધારા કરવા કટિબદ્ધ છે. તેમનું કહેવું છે કે, જે વિઝન અને ગતિ સુરેશ પ્રભુએ આપી, એને અમારી ટીમ આગળ વધારશે. હું દાવા સાથે કહી શકું છું કે, રેલવેના તમામ કર્માચારીઓ અને ટીમમાં એટલી ક્ષમતા છે કે તેઓ હનુમાનની જેમ પહાડને પણ હલાવી શકે છે. દરેક કાર્યની પ્રાથમિકતા નક્કી કરવાની છે અને સુરક્ષાને સૌથી પહેલી પ્રાથમિકતા આપવાની છે. જાળવણી માટે અમે બ્લૉક આપવાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે આ આ માટે ટાઇમટેબલનો રિવ્યુ કરવામાં આવ્યું છે. 5000થી વધુ માનવ રહિત રેલવે ફાટકોને એક વર્ષની અંદર બંધ કરવામાં આવશે અથવા તો એની પર ગેટ લગાવવામાં આવશે.

piyush goyal

LHBને પ્રાથમિકતા

પિયુષ ગોયલે કહ્યું કે, જૂની ડિઝાઇનવાળા ICF કોચ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, LHB કોચને પ્રાથમિકતા આપવામાં આવશે. અલ્ટ્રાસોનિક સેન્સર અને એક્સ-રે માધ્યમથી સંપૂર્ણ રેલવે ટ્રેકનું ઑટોમેટેડ ચેકિંગ થાય, જેનાથી સુરક્ષા નિશ્ચિત થશે. તમામ આરપીએફ સ્ટાફ અને ટિકિટ ચેકર યુનિફોર્મમાં જ ચેકિંગ કરી શકશે. સુરક્ષાની બાબતમાં કોઇ પણ પ્રકારનું સમાધાન નહીં થાય, એ માટે વધારે પૈસા રોકવાની જરૂર હશે તો અમે રોકીશું. અમે ઇસરોના પ્રમુખ સાથે મીટિંગ કરી છે, રેલટેલ, મોબાઇલ અને સ્પેસ ટેક્નિક ઇન્ટિગ્રેટ કરી અમે વધુ સુવિધા આપી શકીએ છીએ. સાથે જ કામનું નીરિક્ષણ કરવું અને જવાબદારીઓ નક્કી કરવી એની પર પણ સરકારનું ફોકસ છે.

1 નવેમ્બરથી નવું રેલે ટાઇમટેબલ

પિયુષ ગોયલે જણાવ્યું કે, દરકે ફૂડ પેકેટ પર અધિકતમ કિંમત(MRP) છાપવી ફરજિયાત કરવામાં આવી છે, જેથી કોઇની પાસે વધારાની રકમ વસૂલવામાં ન આવે. 1 નવેમ્બરથી રેલવેનું નવું ટાઇમ ટેબલ લાગુ થશે, જેનાથી ઘણી ટ્રેનનો યાત્રાનો સમય ઓછો થશે. ગેંગમેનના પડકારો દૂર કરવા માટે એક કિટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી તેમની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે. રેલવે સ્ટેશનને મલ્ટિયુટિલિટી સેન્ટરના રૂપમાં ઉપયોગ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

English summary
Piyush Goyal said Space technology to be used to make train travel safer.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.