26 જાન્યુઆરીના રોજ ભારતમાં બ્લાસ્ટનું ષડયંત્ર કરી રહ્યો છે હાફિઝ
નવી દિલ્હી, 5 જાન્યુઆરી: મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઇદે ગણતંત્ર દિવસના અવસર પર દેશમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો છે. સૂત્રો અનુસાર હાફિઝ સઇદે લશ્કર એ તોયબાની સાથે મળીને ભારતમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી છે. સૂત્રો અનુસાર પીઓકેમાં મીરપુર અને કોટલીના કેમ્પોમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
પ્રજાસત્તાક દિવસ પર ગરબડ કરવાના ઇરાદાથી જમ્મુ-કાશ્મીરના માર્ગે લગભગ 500 આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાની યોજના બની ચૂકી છે. સૂત્રો અનુસાર મીરપુર અને કોટલીના કેમ્પમાં ચારથી 12 ડિસેમ્બર સુધી આતંકવાદી હુમલાની યોજનાને અંજામ આપવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે.
સૂત્રો અનુસાર હાફિઝ સઇદ અને આઇએસઆઇની વચ્ચે આ દરમિયાન 6 બેઠક મળી. ત્યારબાદ લશ્કરના ત્રણ કમાન્ડરોને હાફિઝની સુરક્ષામાં લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આઇએસઆઇના ચીફ રિઝવાન અખ્તરના ખાનગી કમાન્ડરને હટાવીને તેને હાફિછ સઇદની સાથે લગાવી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત હાફિઝ સઇદના જૂના કમાંડર સલેમ ઇસ્લામને સિયાલકોટમાં રાખવામાં આવ્યો છે જ્યાં તેને સાંબા અને હીરાનાગર સેક્ટરમાં ઘુસણખોરીની જવાબદારી આપવામાં આવી છે. સૂત્રો અનુસાર આ સમયે કોટલીમાં 10, મનસેરામાં પાંચ, મનકોટમાં 10 કેમ્પોમાં આતંકવાદીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.