For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધી ફટકો નહિ, જરૂરત હતી, એક વર્ષ સુધી લોકોને ચેતવ્યાઃ મોદી

નોટબંધી ફટકો નહિ, જરૂરત હતી, વર્ષ સુધી લોકોને ચેતવ્યાઃ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ના પહેલા દિવસે પીએમ મોદીએ #PMtoANI અંતર્ગત ન્યૂઝ એજન્સી એએનઆઈને ઈન્ટર્વ્યૂ આપ્યું. આ ઈન્ટર્વ્યૂમાં પીએમ મોદીએ બે વર્ષ પહેલા કરવામાં આવેલ નોટબંધી પર ખુલીને વાત કરી છે. પીએમ મોદીએ નોટબંધીને જરૂરત ગણાવી. તેમણે કહ્યું કે નોટબંધી ફટકો નથી. અમે એક વર્ષ સુધી લોકોને પહેલા જ ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે સરકારે કાળું ધન જમા કરાવનારાઓને એક વર્ષ પહેલા ચેતવી દીધા હતા કે જો તેમની પાસે ગેરકાયદેસર કાળું ધન હોય તો જમા રકમ દંડ ભરીને આપી દે અને માફી માંગી લે.

modi

પીએમ મોદીએ કહ્યું કે લોકોને મોકો આપવામાં આવ્યો હતો, પરંતુ તેમને લાગ્યું કે મોદી પણ બીજા નેતાઓની જેમ જ છે. આ કારણે જ માટે કેટલાય લોકોએ સ્વેચ્છાએ પોતાના પૈસા જમા કરાવ્યા. કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે જેમને દેશ પહેલા પરિવાર કહેવામાં આવે છે, જેમની ચાર પેઢીઓએ દેશને ચલાવ્યો અને જે આજે નાણાકીય અનિયમિતતાઓને લઈને જામીન પર છે. તેમણે કહ્યું કે તે લોકો એવી સૂચના ફેલાવવામાં લાગ્યા છે જેથી નોટબંધી વિરુદ્ધ માહોલ બને. પીએમ મોદીએ નોટબંધીના ફાયદા ગણાવળાવ્યા.

  • નોટબંધી બાદ જે લોકો થેલામાં ભરી-ભરીને પૈસા ઘરમાં રાખતા હતા તેઓ બેંકિંગ પ્રણાલીમાં આવી ગયા.
  • નોટબંધીના કારણે એક ઈમાનદારી આવી, નવી પેઢીના લોકોને સમજમાં આવી ગયું કે તેમણે ઈમાનદારીથી કામ કરવાનું છે.
  • નોટબંધી બાદ ટેક્સ ચૂકવનાર લોકોની સંખ્યા વધી.
  • લોકોને બેંકિંગ સિસ્ટમના માધ્યમથી કામ કરવાનો મોકો મળ્યો છે.

જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ નોટબંધીનું એલાન કર્યું. દેશભરમાં 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- લોકસભા 2019ની ચૂંટણી જીતવા ભાજપ જેવી તૈયારી એકેય પાર્ટીએ નથી કરીઃ મુલાયમ સિંહ યાદવ

English summary
PM to ANI interview on Demonetization: This wasn't a jhatka. We had warned people a year before, that if you have such wealth (black money),you can deposit it,pay penalties and you will be helped out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X