For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનોમોહન સિંહે કહ્યું 'તમારું દુખ વહેંચવા આવ્યો છું'

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 24 ફેબ્રુઆરી : વડાપ્રધાન મનમોહન સિંહ અને યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી આજે હૈદરાબાદની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ હૈદરાબાદમાં બે દિવસ થયેલ સીરિયલ બ્લાસ્ટ બાદ ત્યાંની પરિસ્થિતિથી વાકેફ થવા હૈદરાબાદ આવી રહ્યાં છે. મનમોહન સિંહ અને સોનિયા ગાંધી બંને સવારે અગિયાર વાગ્યેની આસપાસ બેગમબેટ ઍરપોર્ટ પહોંચી ગયાં છે. તેઓ અહીંથી દિલસુખનગર જશે.

Upadate: 3:42 PM

વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે હૈદરાબાદના દિલસુખનગર વિસ્તારની મુલાકાત લીધી છે જ્યાં ગુરૂવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોના મોત નિપજ્યાં હતા અને 117થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વડાપ્રધાન સવારે વિશેષ વિમાન દ્રારા હૈદરાબાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન સાથે આંધ્ર પ્રદેશના રાજ્યપાલ ઇએસએલ નરસિંહન, મુખ્યમંત્રી કિરણ રેડ્ડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. મનમોહન સિંહે પહેલાં ટિફિન સેન્ટર વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ બીજા સ્થળે ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વડાપ્રધાનને ઘટનાક્રમની વિગતવાર માહિતી પુરી પાડી હતી.

ત્યારબાદ મનમોહન સિંહ હોસ્પિટલ ગયા અને વિસ્ફોટમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા. વડાપ્રધાને બોમ્બ વિસ્ફોટના સ્થળોની મુલાકાત બાદ કહ્યું હતું કે જનતા સાથે એકજુટતા પ્રદર્શિત કરવા માટે અહીં આવ્યો છું. આપણે શાંતિ જાળવી રાખવી જોઇએ. તેમને કહ્યું હતું કે ' મને એ વાતની ખુશી છે કે હૈદરાબાદના લોકો આ જઘન્ય ઘટના બાદ ઉશ્કેરાટમાં આવ્યા નથી.

વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધી હૈદરાબાદમાં બૉમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત બનેલા લોકોને હૉસ્પિટલમાં જઈને મળશે અને તેમના ઉપલબ્ધ સારવાર તથા સુવિધાઓ અંગે વાકેફ થશે.મનમોહન-સોનિયા સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કિરણ રેડ્ડી પણ હાજર રહેશે. મુખ્યમંત્રી વડાપ્રધાનને હૈદરાબાદમાં થયેલ બૉમ્બ બ્લાસ્ટ તથા તે પછીની પરિસ્થિતિથી વાકેફ કરશે. વડાપ્રધાન અને સોનિયા ગાંધી બપોરે ડોઢ વાગ્યે નવી દિલ્હી માટે રવાના થઈ જશે.

નોંધનીય છે કે આંધ્ર પ્રદેશના પાટનગર હૈદરાબાદ ખાતે ગત ગુરુવારના રોજ થોડીક જ મિનિટોના અંતરે બે બૉમ્બ ધડાકાઓ થયા હતાં કે જેમાં 16 વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં, જ્યારે 117 ઈજાગ્રસ્ત થયાં હતાં.

વિપક્ષે ગઈકાલે સંસદમાં હૈદરાબાદ બ્લાસ્ટના મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યુ હતું કે આતંકવાદીઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહી થવી જોઇએ. આ આતંકવાદી હુમલા અંગે ઓવૈશીના નિવેદનનો મુદ્દો પણ ઉઠાવાયો હતો. વડાપ્રધાન મનમોહન સિંહે હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટ બાદ તરત જ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તેમણે પ્રજાને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. સરકારે વડાપ્રધાન રાહત કોષમાંથી બ્લાસ્ટમાં માર્યા ગયેલ લોકોના પરિજનોને 2-2 લાખ તથા ગંભીર રીતે ઘવાયેલ લોકોને 50-50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી હતી.

તપાસ એજંસીઓએ આ બ્લાસ્ટમાં ઇંડિયન મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠનનો હાથ હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આ હુમલા માટે જવાબદાર લોકોની માહિતી આપવા બદલ 10 લાખ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે.

English summary
Prime Minister Manmohan Singh will visit Hyderabad on Feb 24 to take stock of the situation in the aftermath of twin bomb blasts there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X