For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ મન કી બાતમાં જનતાની માફી માંગી, જાણો કેમ?

કોરોના સંકટ અને લૉકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 63મી વાર મન કી બાત દ્વારા દેશની જનતાને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ અને લૉકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 63મી વાર મન કી બાત દ્વારા દેશની જનતાને સંબોધિત કરી. પીએમનુ આ વર્ષનુ આ ત્રીજુ સંબોધન હતુ, જે આ વખતે દુનિયાભરમાં ફેલાયેલી મહામારી કોવિડ-19 પર કેન્દ્રિત હતુ, દર વખતની જેમ આ વખતે પણ આ કાર્યક્રમ સવારે 11 વાગે આકાશવાણી, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર પ્રસારિત થયો જેમાં પીએમ મોદીએ દેશની જનતાની માફી માંગી.

narendra modi

વાસ્તવમાં કોરોના વાયરસની ગંભીરતા અને દુનિયાભરના વિકસિત દેશોની સ્થિતિ જોઈને સરકારે જોખમ લઈને લૉકડાઉનનો નિર્ણય કર્યો. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં જનતા પાસે એટલા માટે માફી પણ માંગી છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ કે દુનિયાની સ્થિતિ જોયા બાદ લાગે છે કે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો આ એક જ રસ્તો બચ્યો છે. ઘણા લોકો મારાથી નારાજ પણ થશે કે આવા કેવા ઘરમાં બંધ કરીને રાખ્યા છે. તમને જે અસુવિધા થઈ રહી છે તેના માટે હું માફી માંગુ છુ.

પીએમ મોદીએ કહ્યુ કે હું તમારી મુશ્કેલી સમજી શકુ છુ દેશને કોરોના સામે લડાઈ માટે, આ પગલુ લીધા સિવાય કોઈ રસ્તો નહોતો. કોરોના સામેની લડાઈ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ છે અને આ લડાઈમાં આપણે જીતવાનુ છે. મોદીએ આગળ કહ્યુ કે બિમારી અને તેના પ્રરોપથી શરૂઆતમાં નિપટવુ જોઈએ બાદમાં રોગ અસાધ્ય થઈ જાય છે ત્યારે ઈલાજ મુશ્કેલ બની જાય છે. આજે આખુ હિંદુસ્તાન, દરેક હિંદુસ્તાની આ જ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ તિહાર જેલ પર કોરોનાની અસર, 400થી વધુ કેદીઓને છોડ્યાઆ પણ વાંચોઃ તિહાર જેલ પર કોરોનાની અસર, 400થી વધુ કેદીઓને છોડ્યા

English summary
PM Modi apologize for taking these harsh lockdown steps in mann ki baat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X