સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017: PM મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017માં ભાગ લઇ રહેલા યુવાનો સાથે વાતચીત કરી હતી. તેમણે હેકેથોન અંગે વાત કરતાં કહ્યું કે, આ એક અનોખો પ્રયોગ છે. તેમણે કહ્યું કે, ભારત યુવાઓનો દેશ છે, યુવાનો ઊર્જાથી ભરપૂર છે, જેનું ફળ મળશે. આનાથી દેશને ફાયદો થશે.

'પ્રતિસ્પર્ધીઓ પર ગર્વ છે'

'પ્રતિસ્પર્ધીઓ પર ગર્વ છે'

પીએમ એ કહ્યું કે, આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા તમામ પ્રતિસ્પર્ધીઓ પર મને ગર્વ છે, જે અહીં સંશોધન અને રચનાત્મકતા બતાવવા આવ્યા છે. આ પ્રશંસનીય છે. તેમણે પ્રતિસ્પર્ધીઓનો ઉત્સાહ વધારતાં કહ્યું કે, તમે છેલ્લા 15 વર્ષથી સતત કામ કરી રહ્યાં છો, પરંતુ થાક્યા નથી.

ટેક્નોલોજીથી દેશની સમસ્યાઓનું સમાધાન

ટેક્નોલોજીથી દેશની સમસ્યાઓનું સમાધાન

વડાપ્રધાને વધુને વધુ સંશોધન માટે ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, આપણે એવા યુગમાં જીવી રહ્યાં છીએ, જેને ટેક્નોલોજી ચલાવી રહી છે. યુવાઓને સંબોધિત કરતાં પીએ મોદીએ કહ્યું કે, દેશની ઘણી સમસ્યાઓના સમાધાન શોધવાના છે. આ પડકારજનક છે, પરંતુ આવશ્યક પણ છે.

જનભાગીદારીથી મળશે સમાધાન

જનભાગીદારીથી મળશે સમાધાન

પીએમ મોદીએ કહ્યું કે, સરકાર તમામ સમસ્યાઓ ન ઉકેલી શકે, લોકોની ભાગીદારી અત્યંત જરૂરી છે. લોકતંત્રનો મૂળ સાર જનભાગીદારી છે. આ થકી આપણે આપણી તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં સફળ થઇ શકીએ છીએ. તેમણે કહ્યું કે, સંશોધન દરમિયાન નિષ્ફળતા પણ મળે છે, પરંતુ તેના કારણે નિરાશ થવાની જરૂર નથી.

સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનો ગ્રાન્ડ ફિનાલે

સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનો ગ્રાન્ડ ફિનાલે

ડિજિટલ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે દેશમાં દુનિયાની સૌથી મોટી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2017 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં સ્થિત 26 અલગ-અલગ સ્થળો પર 10,000 પ્રોગ્રામર્સ 36 કલાક સુધી ચાલનાર ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઇ રહ્યાં છે. આ ગ્રાન્ડ ફિનાલે 1 એપ્રિલની સવારે 8 વાગે શરૂ થયું હતું અને 2 એપ્રિલની સાંજે 8 વાગ્યા સુધી ચાલશે.

શું છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન?

શું છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન?

સામાજિક સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સરકારે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું આયોજન કર્યું છે. આ હેઠળ સરકાર દ્વારા કુલ 598 સમસ્યાઓ ધ્યાનમાં લેવામાં આવી છે. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓ દેશની આ સમસ્યાઓના સમાધાન માટે ટેક્નોલોજીની યુક્તિ રજૂ કરશે.

English summary
PM Modi interacts with youngsters at Smart India Hackathon.
Please Wait while comments are loading...