For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબિનેટ વિસ્તાર,મનોહર પર્રિકરથી આગળની કહાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): કેન્દ્રની મોદી સરકારે રવિવારે થનાર વિસ્તારને લઇને જો કે બધી ચર્ચા મનોહર પર્રિકરને લઇને સમેટાઇ રહી છે, જે રક્ષામંત્રી બનવા જઇ રહ્યાં છે, પરંતુ દાવેદાર તો બીજા ઘણા બધા છે. આ ઉપરાંત ઘણાના વિભાગો બદલાશે, તો ઘણા લોકોનો બોજો ઓછો થઇ શકે છે.

જો વાત રાજસ્થાનથી શરૂ કરીએ તો કહેનારા કહી રહ્યાં છે કે અહીંથી બે મંત્રી બની રહ્યાં છે. તેમાં ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે કર્નલ સોનારામ ચૌધરીને કેબિનેટમાં લઇ જઇ શકાય છે. સોનારામે જસવંત સિંહને હરાવ્યા હતા. દિલ્હીથી મીનાક્ષી લેખીને કેબિનેટમાં લઇ જવાના સમાચાર છે.

narendra-modi-cabinet-expansion

રમેશ બૈસ અને અનુરાગ ઠાકુરનું પણ નામ
આ સાથે જ મહારાષ્ટ્રથી દિલીપ ગાંધી, છત્તીસગઢથી રમેશ બૈસ, બિહારથી ગિરિરાજ સિંહ, ઉત્તરાખંડથી અજટ ટમટા, હિમાચલ પ્રદેશથી અનુરાગ ઠાકુર, ઉત્તર પ્રદેશથી રામચરિત્ર નિષાદના પણ કેબિનેટમાં સામેલ થવાના દાવા કરવામાં આવી રહ્યાં છે.

કહેવામાં આવે છે કે સરકારના પ્રથમ વિસ્તારમાં એક ડઝનથી વધુ નવા મંત્રીઓને સામેલ કરવાની સાથે ઘણા મોટા મંત્રીઓને વિભાગોમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. શિવસેના તથા તેલૂગૂ દેશમમાંથી પણ કેટલાક મંત્રી લેવામાં આવી શકે છે. તેલૂગૂદેશમ નેતા ચંદ્રબાબૂ નાયડૂએ સંકેત આપ્યા છે કે તેમની પાર્ટીને વધુ એક સ્થાન મળી શકે છે.

સૂત્રોના અનુસાર ટીડીપી પોતાના રાજ્યસભા સાંસદ વાય એસ ચૌધરીનું નામ આપી શકે છે. શિવસેનામાંથી સુરેશ પ્રભુની સાથે અનિલ દેસાઇનું નામ ચર્ચામાં છે. જાણકારોનું કહેવું છે કે કેબિનેટના વિસ્તારના સમાચારો બાદ સરકારના તમામ મંત્રીઓમાં ખળભળાટ મચી ગયો છે તો સાંસદ પણ સક્રિય થઇ ગયા છે.

પાર્ટી મહાસચિવ જગત પ્રકાશ નડ્ડાનું નામ પણ ચર્ચામાં છે. નિર્મલા સીતારમણનું પગલું વધીને તેમણે કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. તે પણ રાજ્ય મંત્રી છે. સ્મૃતિ ઇરાનીને તેમની પસંદગીનો સૂચના પ્રસારણ વિભાગ સોંપવામાં આવી શકે છે.

એવામાં પ્રકાશ જાવડેકરને પર્યાવરણ મંત્રાલયમાં કેબિનેટ મંત્રી બનાવી શકાય છે. જાણકારોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી તે લોકોને પણ કેબિનેટમાં સ્થાન આપી શકે છે જેમના નામોની ચર્ચા પણ રહી નથી.

English summary
PM Narendra Modi may include little known faces in his cabinet. Anurag Thakur is also in the contention.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X