For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની અપીલથી ખાદીનું વેચાણ 150 ટકા વધ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાદીને પ્રોત્સાહનની અપીલ બાદ લોકોમાં તેના પ્રત્યે રસ દેખાતો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેના વેચાણમાં ગયા વર્ષના મુકાબલે 150 ટકાથી પણ વધારે નોંધાયું છે. નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબરના રોજ રેડિયો પર 'મનની વાત' કાર્યક્રમમાં દેશના દરેક ઘરમાં ખાદી અને ગ્રામોદ્યોગથી ઓછામાં ઓછું એક વસ્ત્ર અપનાવવાની ભાવનાત્મક અપીલ કરી છે.

modi
તેમની આ અપીલથી દેશની જનતા પર જબરદસ્ત અસર દેખાઇ રહી છે. આના બીજા જ દિવસે દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં 64.70 લાખ રૂપિયાનું વેચાણ કરી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી પાડ્યા છે.

modi
દેશમાં ખાદી ઉત્પાદકોના મોટા શોરૂમમાં એક કનોટ પ્લેસ સ્થિત ખાદી ગ્રામોદ્યોગ ભવનના સહાયક નિર્દેશક ડી.એસ.ભાટીએ જણાવ્યું કે વડાપ્રધાનની અપીલ બાદ ગ્રાહકોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. જેના કારણે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ખાદીના વસ્ત્રોના વેચાણમાં 150 ટકાથી વધારેનો વધારો નોંધાયો છે. તેમણે જણાવ્યું કે અપીલની અસર ઘરેલુ ખરીદદારો પર જ નહીં પરંતુ વિદેશી ગ્રાહકો પર પણ દેખાઇ રહ્યો છે. તેઓ ખાદીની સાથે જ ખાદીના હર્બલ ઉપ્તાદનો પણ ખૂબ જ ખરીદી રહ્યા છે.

modi
તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જયંતિ 2 ઓક્ટોબરથી 20 ટકાની છૂટ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને આ ઉપરાંત પાંચ ટકાની છૂટ આપવામાં આવી રહી છે. દેશ અને વિદેશમાં ખાદીનું પ્રચલન વધારીને તેને ફરીથી સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલની સાથે જ છૂટ લોકોને ખાદી સ્ટોરોની તરફ ખેંચી લાવવામાં ખાસી મદદગાર થી રહી છે.

English summary
Days after Narendra Modi calls for buying khadi, sales pick up across India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X