For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનું દેશને સંબોધન, સોશિયલ ડિસ્ટંસિંગ જ એકમાત્ર વિકલ્પ

પીએમ મોદીનું દેશને સંબોધન, સોશિયલ ડિસ્ટંસિંગ એકમાત્ર વિકલ્પ

|
Google Oneindia Gujarati News

કોરોનાવાઈરસના કહેર વચ્ચે પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો. પોતાના સંબોધનમાં કેટલીય મહત્વના એલાન કરવામાં આવ્યાં. અહીં પીએમ મોદીના શબ્દોમાં જ વાંચો તેમની આખી સ્પીચ- "કર મારા પ્રિય દેશવાસીઓ, આજે હું ફરીથી કોરોના વૈશ્વિક મહામારી પર વાત કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું. 22 માર્ચે જનતા કર્ફ્યૂનો જે સંકલ્પ આપણે લીધો હતો, એક રાષ્ટ્રના નાતે તેની સિદ્ધિ માટે દરેક ભારતવાસીએ પૂરી સંવેદનશીલતા સાથે પૂરી જવાબદારી સાથે પોતાનો સહયોગ આપ્યો. બાળકો, વૃદ્ધો, ગરીબ, મજૂર હરકોઈ વર્ગ પરીક્ષાની આ ઘડીમાં સાથે આવ્યો. જનતા કર્ફ્યૂને આખા ભારતે સફળ બનાવ્યું. એક દિવસના જનતા કર્ફ્યૂથી ભારતે જણાવી દીધું કે જ્યારે દેશ પર સંકટ આવે, જ્યારે માનવ જાતિ પર સંકટ આવે ત્યારે એકજુટ થઇને કેવી રીતે આપણે બધા તેને માત આપવા તૈયાર થઈ જઈએ છીએ.

PM Modi

સાથીઓ આ કોરોના વૈશ્વિક મહામારીની સ્થિતિને તમે સમાચારોના માધ્યમથી સાંભળી પણ રહ્યા છો અને જોઈ પણ રહ્યા છો. તમે એ પણ જોઈ રહ્યા છો કે દુનિયાના સમર્થથી સમર્થ દેશોને પણ આ મહામારીએ કેવી રીતે બિલકુલ બેબશ કરી દીધા. એવું નથી કે આ દેશ પ્રયાસ નથી કરી રહ્યો અથવા તેમની પાસે સંશોધનોની કમી છે, પરંતુ કોરોનાવાઈરસ એટલી તેજીથી ફેલાઈ રહ્યો છે કે બધી જ તૈયારીઓ અને પ્રેયાસો છતાં આ દેશોમાં પડકાર વધતો જ જઈ રહ્યો છે. આ બધા દેશોના બે મહિનાના અધ્યયનથી જે નિષ્કર્ષ નિકળી રહ્યો છે અને એક્સપર્ટ પણ એમ જ કહી રહ્યા છે કે આ વૈશ્વિક મહામારી કોરોનાથી પ્રભાવિ મુકાબલા માટે એક માત્ર વિકલ્પ છે સોશિયલ ડિસ્ટન્સિંગ.

કોરોનાને ફેલવાથી રોકવો હોય તો તેના સંક્રમણની જે સાઈકલ છે તેને તોડવી જ પડશે. કેટલાક લોકો એવું સમજે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ માત્ર દર્દીઓ માટે જ છે, આવું વિચારવું યોગ્ય નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ બધા માટે છે, પરિવારના બધા સભ્યો માટે છે, પ્રધાનમંત્રી માટે પણ છે. કેટલાક લોકોની ખોટી સોચ તમને, તમારા બાળકોને, તમારા માતાપિતાને, તમારા મિત્રોને અને આગળ ચાલીને આખા દેશને મોટી મુશ્કેલીમાં ધકેલી દેશે.

મિત્રો, પાછલા બે દિવસથી દેશના અનેક ભાગોમાં લૉકડાઉન કરી દીધું છે. રાજ્ય સરકારના આ પ્રયાસોને બહુ ગંભીરતાથી લેવા જોઈએ. હેલ્થ સેક્ટર્સના એક્સપર્ટ અને અન્ય દેશોના અનુભવોને ધ્યાનમાં રાખી દેશ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહ્યો છે. આજ રાતે 12 વાગ્યાથી આખા દેશમાં સંપૂર્ણ લૉકડાઉન થશે. મારી તમને પ્રાર્થના છે કે તમે હાલ દેશમાં જ્યાંપણ છો ત્યાં જ રહો. અત્યારના હાલાતને જોતા દેશમાં આ લૉકડાઉન 21 દિવસનું થશે.

પાછલી વાર જ્યારે વાત કરી ત્યારે મેં તમને કહ્યું હતું કે હું તમારી પાસેથી કેટલાક સપ્તાહ માંગવા આવ્યો છું. આગામી 21 દિવસ દરેક નાગરિક માટે બહુ મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ મુજબ કોરોના વાયરસના સંક્રમણની સાઈકલ તોડવા માટે 21 દિવસ બહુ જરૂર છે, જો આ 21 દિવસ નહિ સંભાળી શક્યા તો દેશ અને તમારો પરિવાર કેટલાય વર્ષ પાછળ જતો રહેશે અને કેટલાય પરિવાર હંમેશા માટે તબાહ થઈ જશે. હું આ વાત એક પ્રધાનમંત્રી તરીકે નહિ તમારા પરિવારના સભ્ય તરીકે કહું છું.

માટે બહાર નિકળવું શું હોય છે, આ 21 દિવસ માટે ભૂલી જાઓ. ઘરમાં જ રહો. આજના ફેસલાએ દેશવ્યાપી લૉકડાઉનને તમારા ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. તમારે આ યાદ રાખવાનું છે કે ઘરની બહાર પડતું તમારું માત્ર એક પગલું કોરોના જેવી ગંભીર મહામારીને તમારા ઘરમાં લાવી શકે છે. તમારે યાદ રાખવાનું છે કે કેટલીયવાર કોરોનાથી સંક્રમિત વ્યક્તિ શરૂઆતમાં બિલકુલ સ્વસ્થ લાગે છે, તે સંક્રમિત છે તેની ખબર જ નથી પડતી માટે સાવચેતી રાખો, તમારા ઘરોમાં રહો.

જે લોકો ઘરમાં છે તેઓ સોશિયલ મીડિયા પર નવી નવી રીતે ઘણી ઈનોવેટિવ રીતે આ વાત જણાવી રહ્યા છે. એક બેનર દેખાડી પીએમ મોદીએ સંદેશ આપ્યો કે કોરોના એટલે કે કો(કોઈ) રો(રોડ પર) ના(ના નીકળે). એક્સપર્ટનું એમ પણ કહેવું છે કે આજે જો કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ પ્રવેસે છે તો તેના શરીરમાં આ લક્ષણ દેખાવામાં કેટલાય દિવસ લાગે છે. આ દરમિયાન તે કેટલાય લોકોને સંક્રમિત કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ જણાવે છે કે આ મહામારીથી સંક્રમિત એક વ્યક્તિ માત્ર અઠવાડિયા 10 દિવસમાં સેંકડો લોકો સુધી પહોંચાડી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો જ વધુ એક આંકડો બહુ મહત્વપૂર્ણ છે, દુનિયામાં કોરોનાવાઈરસથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યાને પહેલા એક લાખ સુધી પહોંચવામાં 67 દિવસ લાગી ગયા હતા. જે બાદ મા્ર 11 દિવસમાં જ એક લાખ નવા લોકો સંક્રમિત થઈ ગયા એટલે કે બે લાખ થઈ ગયા. 2 લાખથી 3 લાખ સંક્રમિતો સુધીની સંખ્યામાં પહોંચવામાં માત્ર 4 દિવસ લાગ્યા. કોરોના કેટલી તેજીથી ફેલાય છે તમે અંદાજો લગાવી શકો છો અને જ્યારે આ ફેલાવવો શરૂ થાય છે તો તેને રોકવો બહુ મુશ્કેલ હોય છે.

યાદ રાખજો કે ઈટલી હોય કે અમેરિકા આ દેશોની સ્વાસ્થ્ય સેવા, તેમની હોસ્પિટલ, ત્યાંની આધુનિક સંસાધન આખી દુનિયામાં શ્રેષ્ઠ છે, છતાંપણ આ દેશ કોરોનાનો પ્રભાવ ઘટાડી ના શક્યા. સવાલ એ છે કેઆ સ્થિતિમાં ઉમ્મીદની કિરણ શું છે? ઉપાય શું છે? વિકલ્પ શું છે? એવા દેશ પણ છે જ્યાંના નાગરિકો અઠવાડિયાઓ સુધી ઘરેથી બહાર ના નીકળીને કોરોનાના સંક્રમણને અટકાવવામાં સફળ થઈ રહ્યા છે. આપણે પણ એમ માનીને ચાલવું જોઈએ કે આપણી સામે માત્રને માત્ર આ એક જ માર્ગ છે. આપણે ઘરેથી બહાર નથી નીકળવાનું.

જે કંઈપણ થઈ જાય, ઘરમાં જ રહેવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, પ્રધાનમંત્રીથી લઈ ગામના નાનામા નાના નાગરિક સુધી છે, કોરોનાથી ત્યારે જ બચી શકાય જ્યારે ઘરની લક્ષ્મણ રેખા પાર કરવામાં ના આવે. આપણે આ મહામારીના વાયરસનું સંક્રમણ રોકવાનું છે, તેના ફેલાવાની ચેન તોડવાની છે. હાલનો સમય પગલે પગલે સંયમ વરતવાનો છે. તમારે યાદ રાખવાનું છે કે જાન હૈ તો જહાન હૈ. મિત્રો, આ ધૈર્ય અને અનુશાસનની ઘડી છે, જ્યાં સુધી દેશમાં લૉકડાઉનની સ્થિતિ છે, આપણે આપણો સંકલ્પ નિભાવવાનો છે. આપણું વચન નિભાવવાનું છે.

coronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદcoronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદ

તમને સાચી જાણખારી આપવા માટે 24 કલાક કામ કરી રહેલા મીડિયાના ભાઈઓનું પણ વિચારો જે સંક્રમણના ખતરામાં છે, તમે તમારી આસપાસ પોલીસવાળાઓનું વિચારો જેઓ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના તમને બચાવવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. કોરોના વૈશ્વિક મહામારીથી બનેલી સ્થિતિની વચ્ચે કેન્દ્ર અને દેશભરની રાજ્ય સરકારો તેજીથી કામ કરી રહી છે. રોજબરોજની જિંદગીમાં લોકોને વધુ તકલીફ ના થાય તે માટે કોશિશ કરી રહી છે. બધી જ જરૂરી વસ્તુઓની સપ્લાય મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સંકટની આ ઘડી ગરીબો માટે પણ બહુ મુશ્કેલ સમય લઈને આવી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની સાથે અન્ય સંગઠનો ગરીબોની મદદ માટે સાથે આવી રહ્યા છે. સાથીઓ જીવન જીવવા માટે જે જરૂરી છે તેના માટે બધા જ પ્રયાસોની સાથે જ જીવન બચાવવા માટે જે જરૂરી છે તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ પડશે. કોરોનાના દર્દીઓના ઈલાજ માટે કેન્દ્ર સરકારે આજે 15000 કરોડનું પ્રાવધાન કર્યું છે, આનાથી કોરોનાથી જોડાયેલ સુવિધાઓ, આઈસોલેશન બેડ, વેન્ટિલેટર, આઈસીયુ બેડ વગેરેની સંખ્યા તેજીથી વધારવામાં આવશે. સાથે જ મેડિકલ અને પેરામેડિકલ ટીમ પણ તૈયાર કરાશે.

Coronavirus: કેટલી તેજીથી ભારતમાં ફેલાઈ શકે છે કોરોના? સરકારે ગણિત લગાવ્યુંCoronavirus: કેટલી તેજીથી ભારતમાં ફેલાઈ શકે છે કોરોના? સરકારે ગણિત લગાવ્યું

હાલના સમયે હેલ્થ કેર જ પ્રાથમિકતા હોવી જોઈએ. મને સંતોષ છે કે દેશનો પ્રાઈવેટ સેક્ટર પણ સંકટ અને સંક્રમણની આ ઘડીમાં દેશવાસીઓ સાથે ઉભો છે. પ્રાઈવેટ લેબ, પ્રાઈવેટ હોસ્પિટલ બધા આ પડકારજનક સમયમાં સરકાર સાથે કામ કરવા આગળ આવી રહ્યા છે. પરંતુ મિત્રો એ પણ યાદ રાખો કે આવા સમયમાં જાણતા અજાણતા અફવાઓ પણ બહુ જોર પકડે છે. મને વિશ્વાસ છે કે દરેક સંકટની ઘડીએ બદા જ સ્થાનિક પ્રસાસનોનું પાલન કરશે. 21 દિવસનું લૉકડાઉન, લાંબો સમય છે પરંતુ તમારા જીવનની રક્ષા માટે તમારા પરિવારની રક્ષા માટે એટલો જ મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે દરેક હિન્દુસ્તાની આ સંકટ ઘડીનો મુકાબલો તો કરશે અને વિજય થઈને નિકળશે.

તમે તમારું ધ્યાન રાખો, તમારા પરિજનોનું ધ્યાન રાખો અન આત્મવિશ્વાસ સાથે કાનૂન નિયમોનું પાલન કરતાં વિજયનો સંકલ્પ કરી આ બંધનોનો સ્વીકાર કરો. તમારા બધાનો ખુબ ખુબ આભાર."

બાપરે! એક છોકરીના કારણે આખા દેશમાં ફેલાયો કોરોનાવાઈરસ, 5 હજાર લોકો થયા સંક્રમિતબાપરે! એક છોકરીના કારણે આખા દેશમાં ફેલાયો કોરોનાવાઈરસ, 5 હજાર લોકો થયા સંક્રમિત

English summary
PM Modi address nation, read full speech
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X