For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર માટે એક પાર્ટીની સરકાર જરૂરી: વડાપ્રધાન મોદી

|
Google Oneindia Gujarati News

ઓરંગાબાદ, 5 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેનાના ગઢ ઓરંગાબાદમાં શિવસેનાનું નામ લીધા વગર પોતાના ભાષણમાં જણાવ્યું કે ભાજપમાં કોઇ પાર્ટી સાથે સમજૂતી નહી કરે અને લોકોને અપીલ કરી કે તેઓ ગઠબંધન સરકારની માનસિકતાથી બહાર આવે.

મોદીએ 25 વર્ષ જુના શિવસેના-બીજેપી ગઠબંધન તૂટવા પર પહેલીવાર પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું કે ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાના સમર્થનમાં હતા. ઓરંગાબાદ રેલીમાં તેમણે જણાવ્યું કે પૂર્ણ બહુમતીથી બનેલી એક પાર્ટીની સરકાર, ગઠબંધન સરકાર કરતા વધારે નિર્ણાયક હોય છે. મોદીએ અપ્રત્યક્ષ રીતે જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર છે. કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બન્યા બાદ ગઠબંધન અને ફ્રંટ સમાપ્ત થઇ ગયું છે. તેમણે ભારત આપીને જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પણ એક પાર્ટીની સરકાર હોવી જોઇએ અને લોકોને એક પાર્ટીની સરકાર બનાવવી જોઇએ.

narendra modi
મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે ટૂરિસ્ટ કેપિટલના રૂપમાં અજન્તા અને એલોરા જેવી ઓરંગાબાદમાં વંશાગત એક સમૃદ્ધ વિરાસત છે. પ્રવાસન ઉદ્યોગથી ચ્હાવાળાથી લઇને ફાઇવ સ્ટાર હોટલોને રોગજાર મળશે. તેમણે જણાવ્યું કે હવે ઓરંગાબાદ અને અત્રેની રાજનીતિને સાફ કરવાનો સમય આવી ગયો છે. તેમણે સંબોધનના અંતમાં લોકોને અપીલ કરી કે લોકો ભાષણ બાદ મેદાનમાં કોઇ પ્લાસ્ટિક બોટલ અથવા ગંદગી ના ફેલાવે.

મોદીએ પોતાનું ભાષણ 35 મિનિટ સુધી મરાઠીમાં આપ્યું અને ભીડમાંથી જોરદાર જુસ્સો પણ મેળવ્યો. તેમણે આ દરમિયાન મહારાષ્ટ્રના સંતોના નામ લીધા. સંત એકનાથથી સ્વામી રામાનંદ તિરથ સુધીના નામ લીધા. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાતનો મોટો ભાઇ છે. છેલ્લા 15 વર્ષમાં આ રાજ્યએ દેશમાં નંબર એકની પોઝિશન ગુમાવી દીધી છે. શિક્ષણ, રોજગાર, હાઇજીન વગેરે ચિંતાજનક છે. મહારાષ્ટ્ર ઇંડસ્ટ્રી, સામાજિક કાર્ય, સાહિત્ય અને રાજનૈતિક વિસ્તારમાં હંમેશા નંબર એક પર રહ્યું છે. જોકે તેમણે એમ પણ જણાવ્યું કે કોંગ્રેસ-એનસીપીના 15 વર્ષના શાસનમાં મહારાષ્ટ્રે આ ખ્યાતિ ગુમાવી દીધી છે.

English summary
PM Narendra Modi addressed rally in Aurangabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X