For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું દિલ્હીમાં છું ત્યાં સુધી મહારાષ્ટ્રના ટૂકડા નહીં થવા દઉ: મોદી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 7 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાની પહેલી રેલી સિંધુખેડામાં કરી. મોદીએ શિવસેના દ્વારા પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર કરેલા પ્રહાર પર કોઇનું પણ નામ લીધા વગર જવાબ આપ્યો. મોદીએ જણાવ્યું કે એવી કોઇ શક્તિ હજી પેદા નથી થઇ જે મહારાષ્ટ્રને વહેંચી શકે. તેમણે એ પણ જણાવ્યું કે મુંબઇ વગર મહારાષ્ટ્ર અધૂરું છે અને મહારાષ્ટ્ર વગર હિંદુસ્તાન અધુરુ છે.

અત્રે નોંધનીય છે કે શિવસેના જ્યાં ભાજપ પર મહારાષ્ટ્રને વહેંચવાનો આરોપ લગાવી રહ્યું છે તો કોંગ્રેસ મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. સિંધુખેડાની પોતાની રેલીમાં મોદીએ આ બંને પાર્ટીઓને જવાબ આપ્યો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ચૂંટણીના તાવમાં લોકો કંઇપણ બોલી રહ્યા છે. કોઇ પણ આરોપ લગાવી રહ્યા છે અને ખોટી વાતો ફેલાવી રહ્યા છે પરંતુ તે શક્તિ હજી નથી પેદા થઇ જે મહારાષ્ટ્રને વહેંચી શકે. જ્યાં સુધી હું દિલ્હીમાં બેઠો છું હું મહારાષ્ટ્રના ટૂકડા નહીં થવા દઉ.

મોદીનું ભાષણ વાંચો તસવીરોમાં...

નરેન્દ્ર મોદી મહાષ્ટ્રના સિંધુખેડામાં

નરેન્દ્ર મોદી મહાષ્ટ્રના સિંધુખેડામાં

મોદીએ જણાવ્યું કે મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનો આરોપ પણ લાગી રહ્યા છે. પરંતુ એવા લોકો સાંભળી લે કે મુંબઇ વગર મહારાષ્ટ્ર અધુરું છે અને મહારાષ્ટ્ર વગર હિંદુસ્તાન અધૂરું છે.

કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર પર પ્રહાર

કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર પર પ્રહાર

રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સત્તા પર આરૂઢ કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર પર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું કે 15 વર્ષમાં મહારાષ્ટ્રની બે પેઢીઓ બર્બાદ થઇ ગઇ છે.

ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે

ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે

રાજ્ય અને કેન્દ્રમાં તેમની સરકાર છતાં ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. એક વર્ષમાં 3700 ખેડૂતોના પરિવારોને બર્બાદ કરવાનું કામ આ સરકારોએ કર્યું છે.

15 ઓક્ટોબરે મહારાષ્ટ્રને આઝાદી મળી જશે

15 ઓક્ટોબરે મહારાષ્ટ્રને આઝાદી મળી જશે

15 ઓક્ટોબરના રોજ જ્યારે વોટિંગ થશે તો તે દિવસે 15 વર્ષ બાદ મહારાષ્ટ્રની મૂક્તિનો દિવસ બનશે. 15 વર્ષથી મહારાષ્ટ્ર જે ભ્રષ્ટાચારના ચૂંગાલમાં ફસાયેલું છે, 15 ઓક્ટોબરે તેને આઝાદી મળી જશે.

 અમૂક નેતા મારા મહારાષ્ટ્ર આવવાથી દુ:ખી થઇ રહ્યા છે

અમૂક નેતા મારા મહારાષ્ટ્ર આવવાથી દુ:ખી થઇ રહ્યા છે

સિંધુખેડામાં રેલી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના જલગાંવ પહોંચ્યા એક વાર ફરી મોદીએ એનસીપી અને કોંગ્રેસ પર નિશાનો સાધતા જણાવ્યું કે કેટલાં નેતા મારા મહારાષ્ટ્ર આવવાથી દુ:ખી થઇ રહ્યા છે અને મારી ચૂંટણી પ્રચાર પર સવાલ ઊઠાવી રહ્યા છે. મોદીએ જણાવ્યું કે મે ગરીબી જોઇ છે અને હું ગરીબોની તકલીફ સમજી શકુ છું.

English summary
PM Narendra Modi addressed rally in Sindhukheda, Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X