For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ નેતા મારી માતાને ગાળો આપે છે: પીએમ મોદી

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ અલ્વરમાં રાજ્યની પહેલી ચૂંટણી સભાને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ અલ્વરમાં રાજ્યની પહેલી ચૂંટણી સભાને સંબોધિત કરી. અલ્વરના વિજયનગર મેદાનમાં તેમની પહેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ખુલીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ ખુબ જ ગંદુ રાજકારણ રમી રહી છે. રામ મંદિર મુદ્દે તેમના ઈરાદા સારા નથી. પીએમ મોદીએ કહ્યું કે સુપ્રીમકોર્ટ લોકોની વાત સાંભળીને અયોધ્યા પર નિર્ણય કરવા માંગે છે પરંતુ કોંગ્રેસ મહાભિયોગ લાવીને સુપ્રીમકોર્ટના જજોને ધમકાવી રહી છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં સટોડિયાઓની પહેલી પસંદ કોંગ્રેસ, જાણો એમપી-છત્તીસગઢનો ટ્રેંડ

કોંગ્રેસ અહંકારી પાર્ટી છે: પીએમ મોદી

કોંગ્રેસ અહંકારી પાર્ટી છે: પીએમ મોદી

પીએમ મોદીએ કોંગ્રેસ પર જાતિવાદ ફેલાવવનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અહંકારી પાર્ટી છે. તે જાતિવાદ ફેલાવી રહી છે. કોંગ્રેસ નેતાએ મારી જાતિને લઈને હુમલો કર્યો જયારે લોકોએ તેના પર આપત્તિ વ્યક્ત કરી ત્યારે કોંગ્રેસે તેના નેતાને સસ્પેન્ડ કરી દીધા. પરંતુ થોડા દિવસ પછી તે નેતાને ગળે લગાવ્યા. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ મારી માતાને પણ ગાળો આપે છે.

ભારત રત્ન પર સવાલ કર્યા

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસે ભારત રત્ન ફક્ત પોતાના લોકોને જ આપ્યા. સરકાર રહેતા તેમને બાબા સાહેબ આંબેડકરની યાદ નહીં આવી. તેમને બાબા સાહેબનું અપમાન કર્યું. પીએમ મોદીએ વન રેન્ક વન પેંશન પર વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસે 40 વર્ષ લગાવી દીધા પરંતુ જવાનોને પેંશન નહીં આપ્યું.

પીએમ મોદીએ સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા

પીએમ મોદીએ સોનિયા ગાંધી પર પણ પ્રહાર કર્યા તેમને કહ્યું કે કોંગ્રેસના નેતાનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં લોકો કોંગ્રેસ નેતા સામે ભારત માતા કી જય નારા લગાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા કહે છે કે ભારત માતા કી નહીં સોનિયા ગાંધી કી જય બોલો.

English summary
PM Narendra Modi addresses public meeting in Alwar, Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X