For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન-ધન યોજનાની 7મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ કહ્યુ - આ સ્કીમથી ભારતમાં વિકાસની ગતિ બદલાઈ

પ્રધાનમંત્રી જન-ધન યોજનાની સાતમી વર્ષગાંઠના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ પહેલા ભારતમાં વિકાસની ગતિ બદલી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી જન-ધન યોજનાની સાતમી વર્ષગાંઠના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ પહેલા ભારતમાં વિકાસની ગતિ બદલી છે એટલુ જ નહિ પરંતુ અગણિત ભારતીયો માટે નાણાકીય સમાવેશન અને ગરિમાપૂર્ણ જીવન સાથે સશક્તિકરણને સુનિશ્ચિત કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે જન-ધન યોજનાએ પારદર્શિતા લાવવામાં પણ મદદ કરી છે.

pm modi

યોજના માટે કામ કરનારાનો આભાર- પીએમ મોદી

પ્રધાનમંત્રીએ કહ્યુ કે હું એ સૌ લોકોના અથાગ પ્રયત્નોની પ્રશંસા કરવા માંગુ છુ જેમણે આ યોજનાને સફળ બનાવવા માટે કામ કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે આવા લોકોના પ્રયત્નોના કારણે જ એ સુનિશ્ચિત થઈ શક્યુ છે કે ભારતના નાગરિક આજે પોતાના સારા જીવનનુ નેતૃત્વ કરી રહ્યા છે. પીએમ મોદીએ જન-ધન યોજનાની સાતમી વર્ષગાંઠ પર ટ્વિટ કરીને કહ્યુ, 'આજે જન-ધન યોજનાના સાત વર્ષ થઈ રહ્યા છે. એક એવી પહેલ જેણે ભારતના વિકાસની ગતિને હંમેશા માટે બદલી દીધી. આ યોજનામાં નાણાકીય સમાવેશન અને સમ્માનનુ જીવન સુનિશ્ચિત કરવા સાથે જ અગણિત ભારતીયોનુ સશક્તિકરણ કર્યુ છે. જન-ધન યોજનાએ પારદર્શિતાને મજબૂત કરવામાં પણ મદદ કરી છે.'

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કર્યુ ટ્વિટ

પીએમ મોદી ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ જન-ધન યોજનાની સાતમી વર્ષગાંઠ પર કહ્યુ, 'PMJDYના કારણે છેલ્લા 7 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળ્યા છે. એક તરફ જો કરોડો લોકોને મુખ્ય ધારા સાથે જોડવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ દરેક ગરીબ સુધી સરકારી યોજનાઓનો સમયસર લાભ પહોંચાડ્યો છે. નિર્મલા સીતારમણે આ યોજનાના અમુક આંકડા પણ રજૂ કર્યા અને જણાવ્યુ કે જન-ધન યોજના હેઠળ આ સાત વર્ષોમાં 43.40 કરોડ લોકોના ખાતા ખોલવામાં આવ્યા છે. આમાં પણ 55 ટકા અકાઉન્ટ તો એકલી મહિલાઓના ખોલવામાં આવ્યા છે. વળી, 67 ટકા ગામ અને અંતરિયાણ વિસ્તારોમાં સક્રિય કરાવવામાં આવ્યા છે.'

English summary
PM Narendra Modi: Jan Dhan Yojana changed the pace of India's development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X