બંગાળની રેલીમાં બોલ્યા પીએમ મોદી, પૂર્ણ બજેટમાં આનાથી હજુ મોટી ઘોષણા થશે

બંગાળની રેલીમાં બોલ્યા પીએમ મોદી, પૂર્ણ બજેટ તો હજુ બાકી છે

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળના 24 પરગના જિલ્લા અને ઔદ્યોગિક નગર દુર્ગાપુરમાં રેલીઓની સાથે ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. પીએમ મોદી પહેલા 24 પરગના જિલ્લાના ઠાકુર નગરમાં એક જનસભા સંબોધિત કરી હ્યા છે. જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ બજેટમાં કરેલ એલાનનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ નાગરિકતા સંશોધન બિલ પર ટીએમસીને સમર્થનની અપીલ પણ કરી.

modi

પીએમ મોદીએ કહ્યું કે કાલે બજેટમાં ઘોષણાઓ કરવામાં આવી છે જેનાથી દેશના 12 કરોડથી વધુ નાના ખેડૂત પરિવારો, 30-40 કરોડ શ્રમિકો, મજૂ ભાઈ-બહેનો અને 3 કરોડથી વધુ મધ્યમ વ્ગના પરિવારોને સીધો લાભ મળશે. આ દેશનું દુર્ભાગ્ય રહ્યું કે આઝાદી બાદ પણ કેટલાય દશકો સુધી ગામની સ્થિતિ પર તેટલું ધ્યાન નથી આપવામાં આવ્યું, જેટલું આપવું જોઈતું હતું. અહીં પશ્ચિમ બંગાળમાં તો સ્થિતિ વધુ ખરાબ છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પર પણ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે આજની રેલનું દ્રશ્ય જોઈ મને સમજાઈ ગયું કે દીદી હિંસા પર કેમ ઉતરી આવી. અમારા પ્રત્યે બંગાળની જનતાના પ્રેમથી ડરી લોકતંત્રના બચાવનું નાટક કરનાર લોકો નિર્દોષ લોકોની હત્યા કરવા પણ ખચકાતા નથી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની સ્થિતિ બહુ ખરાબ છે પરંતુ નવું ભારત આવી રીતે ન ચાલી શકે.

તેમણે કહ્યું કે આ તો હજુ શરૂઆત છે, નવી સરકાર બન્યા બાદ જ્યારે પૂર્ણ બજેટ આવશે તો ખેડૂતો, યુવાઓ અને અન્ય વર્ગો માટે ઘણું બધું હશે. રેલીમાં પીએણ મોદીએ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો. વ્યાજમાફીને લઈ કોંગ્રેસને ઘેરતા તેમણે કહ્યું કે જેમણે લોન લીધી તેમની લોન માફીનો વાયદો કરવામાં આવ્યો પરંતુ વ્યાજ માત્ર 13 રૂપિયા જ માફ થયું, આ કહાની છે મધ્ય પ્રદેશની. રાજસ્થાનમાં તો સરકારે હાથ જ ઉંચા કરી લીધા છે.

આ પણ વાંચો- Budget 2019: 10.5 લાખની વાર્ષિક આવક પણ થશે ટેક્સ ફ્રી, આ છે કેલ્ક્યુલેશન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X