For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે લૉન્ચ કરશે 5G નેટવર્ક, દેશમાં ટેકનોલૉજીનો નવો યુગ થશે શરુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે સવારે 10 વાગે દેશમાં 5જી સેવાઓની શરુઆત કરવા સાથે ટેકનોલૉજીના નવા યુગનો પ્રારંભ થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે સવારે 10 વાગે દેશમાં 5જી સેવાઓની શરુઆત કરવા સાથે ટેકનોલૉજીના નવા યુગનો પ્રારંભ થશે. દેશમાં 5જી ટેકનિકની ક્ષમતા દર્શાવવા માટે ત્રણ મુખ્ય ટેલીકૉમ ઑપરેટર, પીએમ સામે આ ટેકનિકનુ પ્રદર્શન કરશે. રિલાયન્સ જીઓ મુંબઈના એક સ્કૂલ ટીચરને મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓરિસ્સામાં ત્રણ અલગ-અલગ જગ્યાએથી કનેક્ટ કરશે. આના દ્વારા એ બતાવવામાં આવશે કે કેવી રીતે 5જી ટેકનિકથી શિક્ષક અને વિદ્યાર્થીઓને નજીક લાવીને શિક્ષણ પૂરુ પાડી શકાય છે. ભારતમાં આજથી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5જી સર્વિસ પણ શરુ થશે. કેન્દ્રીય મંત્રીએ બધા ટેલીકૉમ સર્વિસને રોલ-આઉટ માટે તૈયાર રહેવા કહ્યુ છે.

modi

1 ઓક્ટોબરથી શરુ થનારી આ ઈવેન્ટ 4 ઓક્ટોબર સુધી ચાલશે. 5જી ઉપરાંત આ ચાર દિવસીય કાર્યક્રમમાં બીજી પણ ઈવેન્ટ થશે. રિલાયન્સ જીયો,એરટેલ, વોડાફોન, આઈડિયા સહિત મુખ્ય ચાર દૂરસંચાર કંપનીઓ દેશ માટે પોતાની 5જી નેટવર્ક યોજનાઓ વિશે જણાવશે. એરટેલના ડેમોમાં યુપીની એક સ્કૂલની વિદ્યાર્થીની Virtual reality and Augmented realityની મદદથી સૌર મંડળ વિશે જાણવા માટે લાઈવ એજ્યુકેશન જોશે. આ વિદ્યાર્થીની હોલોગ્રામ ઈમજે દ્વારા મંચ પર ઉપસ્થિત થઈને પોતાના શીખવાના અનુભવને પીએમ સાથે શેર કરશે. વળી, વોડાફોન આઈડિયાનો ટેસ્ટ કેસ દિલ્લી મેટ્રોની એક નિર્માણીધીન ટનલ(સુરંગ)માં કામદારોની સુરક્ષાને ડિજિટલ ટ્વિનના ક્રિએશન દ્વારા પ્રદર્શિત કરશે, ડિજિટલ ટ્વિન કોઈ પણ દૂરના સ્થાનથી વાસ્તવિક સમયમાં શ્રમિકોને સેફ્ટી એલર્ટ આપવામાં મદદગાર સાબિત થશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી એક પ્રદર્શનમાં ઘણા ક્ષેત્રોમાં 5જી ટેકનોલૉજીના પ્રદર્શનને પણ જોશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યુ કે લગભગ એક મહિના પછી એટલે કે દિવાળી સુધી તે દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તા જેવા મુખ્ય શહેરોમાં 5જી સેવા શરુ કરી દેશે. વળી, આગલા વર્ષે ડિસેમ્બર સુધી ભારતમાં પોતાનુ 5જી નેટવર્ક શરુ કરવા માટે 2 લાખ કરોડ રુપિયનુ રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતની સૌથી મોટી ટેલીકૉમ કંપની રિલાયન્સ જીયોએ દિલ્લી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈ જેવા મેટ્રો સિટી સહિત ઘણા મુખ્ય શહેરોમાં આ દિવાળી 2022 સુધી 5જી શરુ કરવાની યોજના બનાવી છે. મુકેશ અંબાણીએ કંપનીની બેઠકમાં જણાવ્યુ હતુ કે, 'આગલા બે મહિનાની અંદર દિવાળી સુધી આપણે દિલ્લી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈ જેવા શહેરોમાં જીયો 5જી લૉન્ચ કરીશુ. વળી, ડિસેમ્બર સુધી આપણે પોતાના દેશના દરેક શહેર, તાલુકામાં જીયો 5જી નેટર્ક પહોંચાડીશુ.'

English summary
PM Narendra Modi to launch 5G services today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X