For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યુ - અમારા દેશમાં બેઠો છે નીરવ મોદી

બ્રિટિશ અધિકારીઓએ ભારતને સૂચિત કર્યુ છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી અને ભાગેડુ નીરવ મોદી બ્રિટનમાં રહી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

બ્રિટિશ અધિકારીઓએ ભારતને સૂચિત કર્યુ છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી અને ભાગેડુ નીરવ મોદી બ્રિટનમાં રહી રહ્યો છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે રાજ્યસભાને જણાવ્યુ કે નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ માનચેસ્ટરે ભારતીય એજન્સીઓને જણાવ્યુ કે તેમની તપાસથી બ્રિટનમાં નીરવ મોદીનું લોકેશન માલુમ પડ્યુ છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી જાન્યુઆરી 2018માં પીએનબી ગોટાળાના ખુલાસા પહેલા જ વિદેશ ભાગી ગયો હતો.

nirav modi

રાજ્યસભામાં બોલતા વી કે સિંહે કહ્યુ કે આ વર્ષે ઓગસ્ટમાં સીબીઆઈ અને ઈડી દ્વારા સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણની અપીલ કરી હતી. જેના પર બ્રિટન સરકાર વિચાર કરી રહી છે. સિંહે કહ્યુ, 'બ્રિટનના અધિકારીઓને નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે એક સીબીઆઈ દ્વારા અને બીજી ઈડી દ્વારા સરકારે બે રિક્વેસ્ટ મોકલી છે.'

તેમણે કહ્યુ કે આ અનુરોધ વર્તમાનમાં યુકેના સંબંધિત અધિકારીઓ સાથે વિચારાધીન છે. જૂનમાં વિદેશ મંત્રાલય (MEA) એ ઘણા યુરોપીય દેશોને પત્ર લખીને નીરવ મોદીને શોધવામાં મદદ માંગી હતી. પંજાબ નેશનલ બેંકના 11,300 કરોડ રૂપિયાથી વધુની ધાંધલી કરીને ભાગી ગયેલો નીરવ મોદી એજન્સીની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. આ ઉપરાંત નીરવ મોદીના મામા મેહુલ ચોક્સી પણ પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડના આરોપી છે જેણે હાલમાં જ એન્ટીગુઆની નાગરિકતા મેળવી લીધી છે.

આ પણ વાંચોઃ દિલ્લીના શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટમાં નાખતા મરચુઆ પણ વાંચોઃ દિલ્લીના શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટમાં નાખતા મરચુ

English summary
PNB scam accused Nirav Modi in UK: British authorities inform India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X