For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવી- દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરનાર મહિલાની ધરપકડ

દેવી- દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરનાર મહિલાની ધરપકડ

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં હિન્દૂ દેવી દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરનાર મહિલા સના ઉર્ફ હીર ખાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. જણાવી દઈએ કે આ મામલે એફઆઈઆર નોંધાતાની સાથે જ મહિલા ફરાર થઈ ગઈ હતી. પોલીસે 24 કલાકમાં જ મંગવારે મહિલાને દબોચી લીધી. પોલીસ મુજબ આરોપી મહિલા હીર ખાન પોતાનું યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. મહિલાએ યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે પોલીસે મહિલા વિરુદ્ધ આઈટી એક્ટમાં કેસ નોંધ્યો હતો. હવે પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે.

heer khan

મહિલાએ કહ્યું હતું- પોલીસનો ડર નથી

આરોપી મહિલા હીર ખાને હિન્દુ દેવી દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરતા વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં મહિલાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વાયરલ વીડિયોમાં હીરા ખાન એમપણ કહે છે કે તેને પોલીસનો ડર નથી, કેમ કે તે પાછલા બે વર્ષથી આવું કરી રહી છે પરંતુ પોલીસે હજી સુધી કંઈ નથી કર્યું. હીર ખાન કહે છે કે તે ખુદ ઈચ્છે છે કે પોલીસ કેસ થાય પછી તે શું કરી શકે છે તે જણાવશે. જેના પર લોકોની આકરી પ્રતિક્રિયા સામે આવી. પોલીસમાં મામલાની ફરિયાદ કરવામાં આવી.

કેસ થતાં જ ફરાર થઈ ગઈ મહિલા

પોલીસે મામલાને ગંભીરતાથી લેતા આરોપી મહિલા વિરુદ્ધ કેસ નોંધી લીધો. એફઆઈઆર નોંધાયા બાદ આરોપી મહિલા ફરાર થઈ ગઈ હતી. પોલીસે મહિલાને પકડવા માટે કેટલીય ટીમોની રચના કરી અને 24 કલાકમાં જ ખુલ્દાબાદ પોલીસે મહિલાને પકડી પાડી. પોલીસ મુજબ આરોપી મહિલા હીર ખાન પોતાનું યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. મહિલાએ યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે મહિલા વિરુદ્ધ આઈટી એક્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પોલીસ મામલાની પૂછપરછ કરી રહી છે.

RBI Recruitment 2020: રિઝર્વ બેંકમાં નોકરી મેળવવાનો મોકો, આવી રીતે અરજી કરોRBI Recruitment 2020: રિઝર્વ બેંકમાં નોકરી મેળવવાનો મોકો, આવી રીતે અરજી કરો

English summary
police arrested women who commented on gods and goddesses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X