For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રહસ્યમય રીતે કબરમાંથી ગાયબ થઇ રહ્યાં મડદાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

graveyard
પટના, 21 માર્ચ: બિહારના અરસિયા જિલ્લામાં કબરમાંથી મડદાં ગાયબ થવાની ઘટના પોલીસ માટે નવાઇની વાત નથી કારણ કે આ અગાઉ પણ આવું બની ચુક્યું છે. પોલીસે લાશોની જાણકારી આપનારને પ્રતિ સુચના એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઇનામની જાહેરાત અરરિયાના રાણીગંજ અને સિમરાહા વિસ્તારની કબરોને ખોદી લગભગ 50 જેટલી લાશોને ગાયબ કરી દેવામાં આવી છે.

આ લાશો વિભિન્ન સ્થળોએ વિજળી પડતાં મૃત્યું પામેલા વ્યક્તિઓની હતી. સુપ્રિડેન્ટ પોલીસ એસડબ્લ્યૂ લાંડેએ જણાવ્યું હતું કે જે લોકોના સગા-સંબંધીઓની લાશ ગાયબ થઇ છે તેમની મદદને લઇને અમે ગંભીર છીએ.

તેમને કહ્યું હતું કે લોકોની લાશોની કુલ સંખ્યાની તપાસ કરવા માટે પોલીસની મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. લાંડેએ કહ્યું હતું કે તાજેતરમાં જ કબર ખોદીનાર એક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ગેંગ તબીબી સંશોધન માટે માનવ અંગોને નેપાળ, ચીન અને અન્ય દેશોમાં વેચવામાં આવતાં હતા.

અધિકારીએ કહ્યું હતું કે આમાં એક મુખ્ય આરોપી મોહંમદ મજીદ હાથી દાંતની તસ્કરીના આરોપોમાં પહેલાંથી જ જેલમાં છે. તેમને આગળ કહ્યું હતું કે આ કેસમાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ કરી રહી છે. લાંડેએ કહ્યું હતું કે થોડા રૂપિયા માટે કબરમાંથી લાશો કાઢવા એ ખરેખર શરમજનક વાત છે. લાંડેએ કહ્યું હતું કે અરરિયા જિલ્લામાં ધાર્મિક રિવાજના કારણે વિજળી પડવાના કારણે આ લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી મળી હતી.

English summary
Police have announced a cash reward of Rs.1,000 each for information about the bodies found missing from graves in Bihar's Araria district, an official said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X