For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ જવાને તાજા-માજા દેખાવું જોઇએ, નહીં કે વૃદ્ધ : શિંદે

|
Google Oneindia Gujarati News

sushil kumar shinde
નવી દિલ્હી, 9 મે : નાગરિક સુરક્ષા અને હોમગાર્ડના સ્વર્ણ જયંતી સમારંભના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આજે જણાવ્યું કે પોલીસ કર્મીઓએ તાજા-માજા દેખાવવું જોઇએ નહીં કે વૃદ્ધ જેવા. તેમણે જણાવ્યું કે તેમને ફાંદવાડા પોલીસ કર્મચારીઓ પસંદ નથી.

ખૂદ પોલીસમાં ઉપ નિરીક્ષક રહી ચૂકેલ શિંદેએ કહ્યું કે ઘણીવાર અમે અનુભવીએ છીએ કે હોમગાર્ડ વર્દી પહેરીને બસ ઉભો છે. ગૃહમંત્રીએ કહ્યું કે લોકોને એકદમ એવા દેખાવું જોઇએ કે જે વ્યક્તિ વર્દી પહેરીને ઊભો છે તે તેમનો રક્ષક છે. તેણે 75 અથવા 80 વર્ષના વૃદ્ધ જેવા ના દેખાવું જોઇએ.

શિંદેએ નાગરિક સુરક્ષા અને હોમગાર્ડના સ્વર્ણ જયંતી સમારંભના અવસર પર કેન્દ્રીય પોલીસ અને અર્ધસૈનિક દળોના શ્રેષ્ઠ અધિકારીઓને સંબોધિત કરતા જણાવ્યુ કે 'મને લાગે છે કે આપ સૌ આ વાતનું ધ્યાન રાખશો.'

શિંદેએ નાગરિકોને અનુરોધ કર્યો કે તેઓ મોટી સંખ્યામાં સ્વેચ્છાએ નાગરિક સુરક્ષા દળમાં સામેલ થાય કારણ કે હાલમાં સંખ્યા ખૂબ જ ઓછી છે. આ એકમાત્ર એવું દળ છે જેમાં આપણે ખૂબ જ મજબૂત અને અનુસાસિત બનવાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે તેમને ખ્યાલ છે કે નાગરીક સુરક્ષામાં જે લોકો સામેલ થઇ રહ્યા છે, તેઓ માત્ર સામેલ થવા માટે મહેનત કરી રહ્યા છે અને તેઓ એક સૈનિકની જેમ નથી.

English summary
Home Minister sushil kumar shinde said police should be see strong, not alike Aged.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X