For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજ

પીએમ મોદીએ બધા મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી જેમાંથી ઘણા મહત્વના મંત્રાલય પોતાની પાસે રાખ્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 58 મંત્રીઓએ ગુરુવારે રાતે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા. આ ભવ્ય સમારંભમાં 8000 લોકોએ ભાગ લીધો. પીએમ મોદીએ બધા મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી. આમાં અમિત શાહને ગૃહમંત્રી, નિર્મલા સીતારમણને નાણા અને રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. પીએમ મોદીએ ઘણા મહત્વના મંત્રાલય પોતાની પાસે રાખ્યા. તે પોતે આનુ કામકાજ જોશે. પીએમ મોદીએ કાર્મિક તેમજ પ્રશિક્ષણ વિભાગ, પરમાણુ ઉર્જા તેમજ મહત્વપૂર્ણ નીતિ સાથે જોડાયેલા મુદ્દાવાળા વિભાગ પોતાની પાસે રાખ્યા છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીને અભિનંદન આપતી વખતે ભૂલથી સલમાનની ફિલ્મ 'ભારત' પ્રમોટ કરી દીધી વિવેક ઓબેરૉયેઆ પણ વાંચોઃ પીએમ મોદીને અભિનંદન આપતી વખતે ભૂલથી સલમાનની ફિલ્મ 'ભારત' પ્રમોટ કરી દીધી વિવેક ઓબેરૉયે

પીએમ મોદી પાસે છે આ મહત્વના મંત્રાલય

પીએમ મોદી પાસે છે આ મહત્વના મંત્રાલય

પીએમ મોદી પોતાની પાસે કાર્મિક મંત્રાલય રાખ્યુ છે. આ મંત્રાલયને આધીન ટ્રાન્સફર તેમજ પોસ્ટિંગ આવે છે. આ ઉપરાંત જન ફરિયાદ અને પેન્શન મંત્રાલય પણ મોદીએ પોતાની પાસે રાખ્યુ છે. આ ઉપરાંત એટૉનિમક એનર્જી મંત્રાલય અને અંતરિક્ષ મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. આ એ વિભાગ છે જે હજુ કોઈને પણ આપવામાં આવ્યા નથી.

શું છે આ મંત્રાલયોનું મહત્વ

શું છે આ મંત્રાલયોનું મહત્વ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વિભાગોને પોતાની પાસે રાખ્યા છે તે ખૂબ જ ખાસ મંત્રાલય છે. આમાં સૌથી મહત્વનું અંતરિક્ષ મંત્રાલય છે. ભારત છેલ્લા ઘણા વર્ષોથી સતત અંતરિક્ષમાં પોતાની તાકાત વધારવાની કોશિશ કરી રહ્યુ છે. એવામાં દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે આ વિભાગનું મોનિટરિંગ પ્રધાનમંત્રીએ પોતે કરવાનું નક્કી કર્યુ છે. અંતરિક્ષ મંત્રાલય હેઠળ ઈસરો આવે છે. ઈસરો હાલાં ચંદ્ર પર માણસને મોકલવાના મિશન પર કામ કરી રહ્યુ છે. આ ઉપરાંત કાર્મિક મંત્રાલય પણ પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યુ છે. આ મંત્રાલય અંતર્ગત બધા કેન્દ્રીય અધિકારીઓની ટ્રાન્સફરની બાબતો હોય છે.

કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ

કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ

મોદી સરકારના બીજા કાર્યકાળમાં કુલ 58 લોકોને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા છે. આમાં 24 મંત્રીઓને કેબિનેટ મંત્રી, 9 મંત્રીઓને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને 24 મંત્રીઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે મોદી કેબિનેટની પહેલી બેઠક થઈ. આમાં ખેડૂતો, નાના વેપારીઓ અંગેના મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી. મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં નેશનલ ડિફેન્સ ફંડમાં પ્રધાનમંત્રી સ્કૉલરશિપ સ્કીમની સ્કૉલરશિપ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો.

English summary
prime minister narendra modi keeps this ministers portfolio
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X