For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ લૉન્ચ કર્યુ e-RUPI, ઑનલાઈન પેમેન્ટ હવે બનશે સરળ, જાણો તેના ફાયદા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા e-RUPI લૉન્ચ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા e-RUPI લૉન્ચ કર્યુ છે. ઈ-રૂપી એક ઈ વાઉચર બેઝ઼્ડ ડિજિટલ પેમેન્ટ સૉલ્યુશન છે. આ નવા પેમેન્ટ સૉલ્યુશનનો લાભ દેશભરના કરોડો લાભાર્થીઓને મળશે. આ ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને કૉન્ટેક્ટલેસ માધ્યમ છે. વળી, કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશ ડિજિટલ ગર્વર્નન્સને એક નવો આયામ આપી રહ્યુ છે. e-RUPI વાઉચર દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડીબીટીને વધુ પ્રભાવી બનાવવામાં બહુ મોટી ભૂમિકા નિભાવવાનુ છે.

pm modi

આ સાથે જ પીએમ મોદીએ કહ્યુ કે આનાથી ટાર્ગેટેડ, ટ્રાન્સપરન્ટ, લીકેજ ફ્રી ડિલીવરીમાં બધાને મોટી મદદ મળશે. 21મી સદીનુ ભારત આજે કેવી રીતે આધુનિક ટેકનિકની મદદથી આગળ વધી રહ્યુ છે અને ટેકનોલૉજીને લોકોના જીવન સાથે જોડી રહ્યુ છે e-RUPI તેનુ જ એક પ્રતીક છે. જો કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈના ઈલાજમાં, અભ્યાસ કે કોઈ બીજા કામ માટે કોઈ મદદ કરવા માંગે તો તે કેશના બદલે e-RUPI આપી શકશે. આનાથી સુનિશ્ચિત થશે કે તેના દ્વારા આપવામાં આવેલા પૈસા એ જ કામમાં લેવાશે જેના માટે તે રકમ આપવામાં આવી છે.

પીએમ મોદીએ જણાવ્યુ કે અત્યારે શરૂઆતના તબક્કામાં આ યોજના દેશના હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા બેનિફિટ પર લાગુ કરવામાં આવી રહી છે. સમય સાથે આમાં વધુ વસ્તુઓ જોડાતી જશે. જેમ કે કોઈના ઈલાજ પર ખર્ચ કરવા માંગતા હોય, કોઈ ટીબીના દર્દીઓની યોગ્ય દવાઓ અને ભોજન માટે આર્થિક મદદ આપવા માંગતા હોય કે પછી બાળકો અને ગર્ભવતી મહિલાઓને ભોજન કે પર્યાવરણ સાથે જોડાયેલી બીજી સુવિધાઓ પહોંચાડવા માંગતા હોય તો e-RUPI તેના માટે બહુ મદદગાર સાબિત થશે.

વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યુ કે પહેલા આપણા દેશમાં અમુક લોકો ઈચ્છતા હતા અને તે કહેતા પણ હતા કે ટેકનોલૉજી તો માત્ર અમીરોની વસ્તુ છે, ભારત તો ગરીબ દેશ છે માટે ભારત માટે ટેકનોલૉજીનુ શું કામ. જ્યારે અમારી સરકાર ટેકનોલૉજીને મિશન બનાવવાની વાત કરતી હતી ત્યારે ઘણા નેતાઓ અને અમુક ખાસ પ્રકારના એક્સપર્ટસ સવાલો ઉભા કરતા હતા. ઈ-રૂપી એ વાતનુ ઉદાહરણ છે કે કેવી રીતે ભારત 21મી સદીમાં અધ્યતન ટેકનોલૉજીની મદદથી આગળ વધી રહ્યુ છે અને લોકોને જોડી રહ્યુ છે. મને ખુશી છે કે આની શરૂઆત એ વર્ષે થઈ જ્યારે ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યુ છે.

વાસ્તવમાં ઈ-રૂપી ડિજિટલ ચૂકવણી માટે એક કેશલેસ અને સંપર્ક રહિત માધ્યમ છે. એ એક ક્યુઆર કોડ કે એસએમએસ સ્ટ્રીંગ આધારિત ઈ-વાઉચર છે જેને યુઝરના મોબાઈલ પર પહોંચાડવામાં આવશે. આ ચૂકવણી વ્યવસ્થાના ઉપયોગકર્તા કાર્ડ, ડિજિટલ ચૂકવણી એપ કે ઈન્ટરનેટ બેંકિંગ એક્સેસ વિના જ વાઉચરની રકમને મેળવવામાં સક્ષમ હશે. આને નેશનલ પેમેન્ટસ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાએ પોતાના યુપીઆઈ પ્લેફૉર્મ પર નાણાકીય સેવા વિભાગ, આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રાધિકરણના સહયોગથી વિકસિત કરી છે.

English summary
Prime minister Narendra Modi launch today digital payment solution e-RUPI, know all about it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X