For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાન ખાનના વખાણ કરતા પ્રોફેસરને ઘૂંટણિયે બેસાડ્યો

પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન સંબધમાં કડવાશ પેદા થઇ ચુકી છે. દેશભરમાં પાકિસ્તાન અને તેના પીએમ ઇમરાન ખાન પર ગુસ્સો છે.

|
Google Oneindia Gujarati News

પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન સંબધમાં કડવાશ પેદા થઇ ચુકી છે. દેશભરમાં પાકિસ્તાન અને તેના પીએમ ઇમરાન ખાન પર ગુસ્સો છે. આ તણાવપૂર્ણ માહોલમાં કર્ણાટકથી એક ખબર આવી છે, જ્યાં એક પ્રોફેસરને પોતાની પોસ્ટ માટે ઘૂંટણ પર બેસીને માફી માંગવા માટે મજબુર કરવામાં આવ્યા. જેમાં તેમને કથિત રીતે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના વખાણ કર્યા હતા અને યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરવા માટે કેન્દ્રની ભાજપા સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: એર સ્ટ્રાઇક: નજરે જોનારાઓએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી

પ્રોફેસરે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાનના વખાણ કર્યા હતા

પ્રોફેસરે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાનના વખાણ કર્યા હતા

આ ઘટના કર્ણાટકના વિજયપુરાના વાંચના પિતામહ ડો. પીજી હલાકાતી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજીની બતાવવામાં આવી રહી છે. કથિત રૂપે ABVP સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઘ્વારા પ્રોફેસરને ઘેરીને તેમને ઘૂંટણિયે બેસાડીને માફી મંગાવી. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પ્રોફેસર ઘૂંટણિયે બેસીને હાથ જોડીને 'સોરી' કહેવા જોવા મળી રહ્યા છે. આ કાર્યકર્તાઓ ઘ્વારા પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. મળતી ખબર અનુસાર પોલીસ પણ તે સમયે હાજર હતી.

ABVP કાર્યકર્તાઓએ પ્રોફેસર પાસે માફી મંગાવી

ABVP કાર્યકર્તાઓએ પ્રોફેસર પાસે માફી મંગાવી

મંગળવારે કોલેજ ફરી ખુલવા પર પ્રોફેસર વિરુદ્ધ લેવામાં આવેલા એક્શન અંગે જાણકારી આપવામાં આવશે. પ્રોફેસર આરોપ છે કે તેમને પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના વખાણ કર્યા હતા અને યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરવા માટે કેન્દ્રની ભાજપા સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરવા માટે ભાજપા સરકાર પર સવાલ

યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરવા માટે ભાજપા સરકાર પર સવાલ

જયારે આ મામલે વિજયપુરા પોલીસનું કહેવું છે કે આ મામલે કોઈ પણ ફરિયાદ નથી નોંધાવવામાં આવી. આ મામલે ભાજપા નેતા વિવેક રેડ્ડીએ કહ્યું કે પ્રોફેસરે દેશની સેના અને કરોડો લોકોની ભાવનાનું ધ્યાન રાખવું જોઈએ. તમે એવી કોઈ પ્રતિક્રિયા નહીં આપી શકો જેમાં પાકિસ્તાનના વખાણ હોય અને દેશમાં તેનો ખોટો સંદેશ જાય. આ કોલેજ કર્ણાટકના મંત્રી એમપી પાટીલની જણાવવામાં આવી રહી છે પરંતુ આ મામલે હજુ સુધી તેમના ઘ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું.

English summary
Professor Forced To Apologise on knees For praising imran khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X