For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ પર જૂતું ફેકનાર ગાંધી પરિવાર સાથે સંબંધ ધરાવે છે: IAC

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal-mike
નવી દિલ્હી, ઇન્ડિયા અગેન્ટ કરપ્શને આજે દાવો કર્યો છે કે બે દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલ પર જૂતુ ફેંકનાર માણસ ગાંધી પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવે છે. સોનિયા ગાંધી અને રોબર્ટ વાઢેરા સાથે જગદીશ શર્માના ફોટા રજૂ કરતાં આઇએસીએ કહ્યું હતું કે 'તે ગાંધી પરિવારનો ખાસ માણસ લાગે છે. કારણ કે નહેરૂ-ગાંધી પરિવાર ખુર્શીદના લેવલના બની ગયા છે તે અમારી બેઠકમાં ખલેલ પહોંચાડવા માટે તેમના માણસોને મોકલે છે?

આઇએસી તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ' આવા સમયે આઇએસીના કાર્યકર્તાઓ થનારો કોઇપણ હૂમલો કોંગ્રેસના ઇશારે થાય છે. જ્યાં સુધી સાબિત નહી થાય કે આઇએસીનું માનવું ખોટું ત્યાં સુધી એમ માનવામાં આવશે કે આઇએસીના કાર્યકર્તાઓ થનારો કોઇપણ હૂમલો કોંગ્રેસના ઇશારે થાય છે.

ઉલ્લેખનીય છે કે જગદીશ શર્મા અને અન્ય બે લોકોએ 31 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણની પત્રકાર પરિષદમાં મુશ્કેલી ઉભી કરી હતી. જગદીશ શર્માએ કબલ્યૂ છે કે તેને પત્રકાર પરિષદમાં સમસ્યા ઉભી કરી હતી પરંતુ કે ગાંધી પરિવારનો ખાસ માણસ નથી. તેને કહ્યું હતું કે ' જે ફોટા બતાવવામાં આવ્યાં છે તેવા ઘણા ફોટા કેટલાય કાર્યકર્તાઓના છે. તેનો મતલબ એ નથી કે તેમને મને આવું કરવાનું કહ્યું હોય. એક સામાન્ય માણસ તરીકે આ મારી પ્રતિક્રિયા હતી.
જગદીશ શર્માએ કહ્યું હતું કે' મે એક જૂતુ કેજરીવાલ પર ફેક્યું હતું કારણ કે તેમને આખી દુનિયા સમક્ષ દેશ છબિ ખરાબ કરી છે. હું કોંગ્રેસનો નેતા નથી પરંતુ એક કાર્યકર્તા છું.

English summary
India Against Corruption (IAC) on Friday released photographic proof suggesting that the man who disrupted its press meet on Wednesday has links with the Gandhi family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X