• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PUBGની એવી લત લાગી કે મમ્મી પર હુમલો કર્યો, એક સમયે મેરિટમાં આવ્યું હતું નામ અને હવે 7માં ફેલ

PUBGની એવી લત લાગી કે મમ્મી પર હુમલો કર્યો, એક સમયે મેરિટમાં આવ્યું હતું નામ અને હવે 7માં ફેલ
|
Google Oneindia Gujarati News

રોહતકઃ ભારતમાં હજુ ઈ-સ્પોર્ટ્સનો જોઈએ તેટલો વિકાસ નથી થયો, લોકો ગેમને પ્રોફેશન બનાવવાને બદલે તેનો દુરુપયોગ કરી માત્ર ટાઈમ પાસ કરવાનું સાધન બનાવી દેતા હોય છે. એવામાં તેઓ ભૂલી જતા હોય છે કે ગેમ માત્ર એક રમત છે તે અસલી જિંદગી નથી, જે ક્યારેય કોઈ માણસના મગજ પર ખરાબ અસર છોડી જાય તેનું ધ્યાન જે-તે ગેમર્સે જ રાખવાનું હોય છે. જો કે હરિયાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી તમારાં રૂવાટાં ઉભાં થઈ જશે. એક વિદ્યાર્થી 10મામાં મેરિટમાં આવ્યો હતો, પરંતુ પછી સતત ફેલ થતો ગયો. હદ તો ત્યારે થી ગઈ જ્યારે તેણે પોતાની માતા પર જ હુમલો કરી દીધો. રૂવાટાં ઉભા કરી દેતી આ કહાની માત્ર હરિયાણાના રોહતકના ઝજ્જર ચુંગી વિસ્તાર સ્થિત એક કોલોનીના 19 વર્ષીય યુવકની જ નહિ બલકે કેટલાય એવા યુવકોની છે જેમને પબ્જીની લત લાગી ગઈ છે.

યુવકનું કરિયર બરબાદ થઈ રહ્યું છે

યુવકનું કરિયર બરબાદ થઈ રહ્યું છે

એક સમયે અભ્યાસમાં અવ્વલ રહેનાર આ 19 વર્ષીય યુવક પબ્જી ગેમ રવાની લતનો એ હદે શિકાર બની ગયો કે તેનું કરિયર બરબાદ થવાની સાથોસાથ પરિવાર માટે પણ તે મોટો ખતરો બની ચૂક્યો છે. બે બહેનોનો એકમાત્ર બાઈ જ્યારે દસમા ધોરણમાં મેરિટમાં આવ્યો હતો તો આખા જિલ્લાએ તેના પર ગર્વ કર્યું હતું. ત્યારે પરિવારની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી.

બીટેકના સાત પેપરમાં ફેલ

બીટેકના સાત પેપરમાં ફેલ

મજબૂર માં-બાપે સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે તેનો હોનહાર દીકરો કોઈ ઓનલાઈન ગેમનો શિકાર થઈ જશે અને તેના એન્જીનિયર બનવાના સપના પર પાણી ફેરવી દેશે. યુવકની પબ્જી રમવાની લતનું પરિણામ એ રહ્યું કે તે બીટેકના અંતિમ વર્ષમાં સાત વિષયમાં ફેલ થયો.

આઠ હજાર રૂપિયા ખર્ચ કરી મોબાઈલ ખરીદી દીધો હતો

આઠ હજાર રૂપિયા ખર્ચ કરી મોબાઈલ ખરીદી દીધો હતો

યુવકે દસમામાં મેરિટ હાંસલ કર્યા બાદ ડિપ્લોમા એન્ટ્રાન્સ ટેસ્ટમાં સારો રેન્ક હાંસલ કર્યો. ત્યારે રોહતકની પ્રતિષ્ઠિત એન્જીનિયરિંગ કોલેજમાં તેનું એડમિશન થયું. થોડા સમય બાદ મા-બાપે આ એન્જીનિયરિંગના અભ્યાસને જોતાં આઠ હજાર રૂપિયા ખર્ચ કરી સ્માર્ટફોન લઈ આપ્યો. અહીંથી જ સમસ્યા શરૂ થઈ ગઈ. હવે યુવક પબ્જીના ચંગુલમાં એવો ફસાયો કે પરિવારવાળા પણ તેના કરિયરને લઈ ટેન્શનમાં છે..

ખુદની મમ્મી પર હુમલો કર્યો

ખુદની મમ્મી પર હુમલો કર્યો

મીડિયા રિપોર્ટ્સમાં યુવકની માતાએ જણાવ્યું કે એકવાર રાત્રે છત પરથી તેજ અવાજ આવવા પર લાગ્યું કે ઘરમાં ચોર ઘૂસી આવ્યા. છાનીમાની છત પર પહોંચી તો માલૂમ પડ્યું કે દીકરો મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે. સાથે જ 'મારો-મારો, એ બંધૂક મારી છે, હું પણ આ સ્ક્વૉડનો જ છું. શું કરી રહ્યા છો. જુઓ તમારી પાછળ દુશ્મન છે' દીકરો મોબાઈલમાં જોઈ આવું બડબડ કરી રહ્યો હતો. જ્યારે તેને રોક્યો તો તેણે ખુદની મમ્મીનું જ ગળું દબાવી મૂક્યું અને છતથી કૂદી જવાની ધમકી આપવા લાગ્યો.

કાઉંસલિંગથી સમાધાન શક્ય

કાઉંસલિંગથી સમાધાન શક્ય

રોહતક મહર્ષિ દયાનંદ વિવિના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. અંજલિ મલિકે જણાવ્યું કે પબજી ગેમ જ નહિ બલકી મોબાઈલ ફોનની લત જ એક પ્રકારની બીમારી બની ગઈ છે. કાઉંસલિંગ દ્વારા આ સમસ્યાનું સમાધાન શક્ય છે. હાલ આ સમસ્યા છોકરીઓ કરતાં છોકરાઓમાં વધુ છે. કેટલાય યુવાનો ઓનલાઈન ગેમ પબ્જી રમવાની લતનો તેજીથી શિકાર થઈ રહ્યા છે.

<strong>વીડિયો: આ પાકિસ્તાની સિંગરે પીએમ મોદીને સાપોથી કરડાવવાની ધમકી આપી</strong>વીડિયો: આ પાકિસ્તાની સિંગરે પીએમ મોદીને સાપોથી કરડાવવાની ધમકી આપી

English summary
PUBG addicted 19 year old student attacked mother
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X