For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલોઃ આઈઈડી નહિ 80 કિલો આરડીએક્સથી થયો હુમલો

પ્રારંભિક તપાસમાં જે વાત સામે આવી છે તે મુજબ પુલવામા હુમલા માટે આઈઈડી નહિ પરંતુ આરડીએક્સનો ઉપયોગ થયો હતો.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદોની સંખ્યા 40 સુધી પહોંચી ગઈ છે. હુમલાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) પુલવામા પહોંચી ચૂકી છે. પ્રારંભિક તપાસમાં જે વાત સામે આવી છે તે મુજબ હુમલા માટે આઈઈડી નહિ પરંતુ આરડીએક્સનો ઉપયોગ થયો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે હુમલાખોર આદિલ અહેમદ ડારે આરડીએક્સની મદદથી આ આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હતો. પહેલા સમાચાર હતા કે હુમલા માટે લગભગ 350 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

11 વર્ષ બાદ હુમલામા આરડીએક્સનો ઉપયોગ

11 વર્ષ બાદ હુમલામા આરડીએક્સનો ઉપયોગ

હુમલા માટે કહેવાઈ રહ્યુ છે કે આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો આ વાત સાચી સાબિત થાય તો આરડીએક્સ આટલા મોટા પ્રમાણમાં ઉપયોગની ઘટના લગભગ 11 વર્ષ બાદ થઈ છે. છેલ્લા વાર વર્ષ 2008માં અસમમાં આતંકી હુમલા માટે આરડીએક્સનો પ્રયોગ થયો હતો. પુલવામા હુમલાને જે રીતે મોટા પાયે અંજામ આપવામાં આવ્યો તેનાથી માનવામાં આવી રહ્યુ છે કે નાની નાની માત્રામાં ઘણા મહિનાઓથી આરડીએક્સને જમ્મુ કાશ્મીરમાં ભેગુ કરવામાં આવી રહ્યુ હતુ. સીઆરપીએફના સૂત્રો મુજબ હુમલા માટે લગભગ 80 કિલોગ્રામ આરડીએક્સનો ઉપયોગ કરાયાની સંભાવના છે. વળી એનઆઈએના અધિકારી જો કે આનાથી ઓછી માત્રાના ઉપયોગની વાત કહી રહ્યા છે.

15 કિલોમીટર સુધી તપાસ

15 કિલોમીટર સુધી તપાસ

એનઆઈએ અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (સીએફએસએલ)ની અલગ અલગ ટીમો બ્લાસ્ટવાળી જગ્યાએ પહોંચી ગઈ છે અને જગ્યાનું સઘનતાથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. સૂત્રોની માનીએ તો જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેના 15 કિલોમીટર સુધીની સીમામાં તપાસ ચાલી રહી છે એટલે કે તપાસની ટીમો પેંપોરથી લઈ અવંતિપોરા સુધી દરેક વાત પરખી રહી છે. આ બંને જગ્યાઓ પર સુરક્ષાબળોને ઘણી વાર નિશાન બનાવવામાં આવ્યા છે. બે ટીમોએ શ્રીનગરથી લગભગ 30 કિલોમીટર દૂર લેથપોરાનો પ્રવાસ કર્યો છે. અહીંના ફોટા લેવામાં આવ્યા છે અને વીડિયો પણ બનાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ ફોરેન્સિક એક્ઝામિનેશનમાં કરવામાં આવશે.

એનએસજી ટીમ સાથે પણ વાતચીત

એનએસજી ટીમ સાથે પણ વાતચીત

નેશનલ બોમ્બ ડેટા સેન્ટર (એનબીડીસી)ની ટીમ કે જે નેશનલ સિક્યોરિટી ગાર્ડ એટલે કે એનએસજી હેઠળ આવે છે તેણે પણ ઘટના સ્થળની તપાસ કરી છે. આ ટીમને હુમલામાં ઉપયોગમાં લેવાયેલ આઈઈડી વિશે જાણકારી મેળવવા માટે અહીં મોકલવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે એનઆઈએન ટીમે સીઆરપીએફના અમુક સભ્યો સાથે વાત કરી છે જે કોન્વોયનો હિસ્સો હતા જેને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યુ હતુ.

ફોન નંબરો પણ ચેક કરવામાં આવી રહ્યા

ફોન નંબરો પણ ચેક કરવામાં આવી રહ્યા

આ ઉપરાંત એજન્સીઓ અમુક શંકાસ્પદ ફોન કોલ્સની પણ તપાસ કરી રહ્યા છે. તપાસકર્તા એ વાત ચેક કરી રહ્યા છે કે ક્યાંક સીમાની પેલી પાર કોઈ કોલ્સ તો કરવામાં નથી આવ્યા કારણકે આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી છે. સૂત્રોની માનીએ તો આઈઈડીથી ભરેલી સ્કોર્પિયો પર કોઈનું ધ્યાન કેવી રીતે ન ગયુ. તપાસકર્તાઓને એ વાતની શંકા છે કે આઈઈડીને લેથપોરામાં કારમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યુ હતુ અને કદાચ હુમલાના એક દિવસ પહેલા જ આમાં આઈઈડીનો ઉપયોગ થયો હતો.

English summary
pulwama attack: 80 kg high grade rdx used by jaish suicide bomber for the attack on CRPF
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X