For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ, પાલન ન કરવા પર થશે દંડ

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

સંગરુરઃ પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી દીધી છે. સિટી કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે શહેરને સ્વચ્છ રાખવા માટે શહેર પરિષદ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. જેનો અર્થ છે કે કાલથી તમે પ્લાસ્ટિકમાં ખોરાક આપી શકશો નહિ.

plastic

સંગરુર મ્યુનિસિપલ કાઉન્સિલના EOના જણાવ્યા મુજબ જથ્થાબંધ વેપારીઓ, સ્ટોકિસ્ટો અને દુકાનદારોને સ્ટૉક ખાલી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. હવે 1 જુલાઈથી હોટલ, રેસ્ટોરાં સહિતના ફૂડ સ્ટોલ પર પ્લાસ્ટિક ડિસ્પોઝેબલમાં ફૂડ પીરસવામાં આવશે નહિ. જો કે, ઉત્પાદકની પેકેજિંગ સામગ્રીનુ વેચાણ પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ સંદર્ભે આજે નગર કાઉન્સીલ દ્વારા હોલસેલરો, સ્ટોકિસ્ટો અને દુકાનદારોને સ્ટૉક ખાલી કરવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ નગર પાલિકા દ્વારા શહેરમાં આ માટે ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. નિયમોનુ ઉલ્લંઘન કરનારાઓના મેમો પણ 1 જુલાઈ પછી ફાડવામાં આવશે.

સિટી કાઉન્સિલના EO ભરતવીર સિંહે જણાવ્યુ હતુ કે, પ્લાસ્ટિક સ્ટીક ઈયરબર્ડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની લાકડીઓ, પ્લાસ્ટિક ફ્લેગ્સ, કેન્ડી-આઈસ્ક્રીમની લાકડીઓ, ડેકોરેશન માટે થર્મોકોલ, પ્લેટ્સ, કપ, ગ્લાસ, કાંટા, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે પર પ્રતિબંધ રહેશે. સ્વીટ બૉક્સ, ઇન્વિટેશન કાર્ડ, સિગારેટ પેકેટ અને 100 માઇક્રોનથી ઓછા પેકિંગ પર પ્રતિબંધ રહેશે. સરકારના આદેશથી 1 જુલાઈથી સમગ્ર જિલ્લામાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવી રહ્યો છે.

EOએ કહ્યુ કે સરકારને પરબિડીયાનુ ઉત્પાદન બંધ કરવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દરરોજ 30 ટન કચરો એકઠો થાય છે. તેમાંથી કાઉન્સિલના કર્મચારીઓ દરરોજ લગભગ દોઢ ટન પ્લાસ્ટિક અલગ કરે છે. લોકો ઘરનો કચરો પોલીથીનમાં ભરીને ગટરમાં ફેંકી દે છે જે ડ્રેનેજ બંધ કરી દે છે. પ્લાસ્ટિકના કચરાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારના નિયમો અપનાવવામાં આવી રહ્યા છે.

English summary
Punjab: Ban on single use plastic from july 1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X