For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rafale Jet Specifications: ગતિ, કિંમત, ફીચર, સહિતની તમામ માહિતી જે તમે જાણવા માંગો છો

Rafale Jet Specifications: ગતિ, કિંમત, ફીચર, સહિતની તમામ માહિતી જે તમે જાણવા માંગો છો

|
Google Oneindia Gujarati News

રાફેલ જેટ એ આધુનિક ફાઇટર જેટ છે જે પોતાની ગતિ, શસ્ત્ર રાખવાની ક્ષમતા અને હુમલો કરવાની ક્ષમતા માટે જાણીતું છે. ડસોલ્ટ રાફેલમાં ડેલ્ટા વિંગ ડિઝાઇન કરેલી છે જે પોતાની g-forces માટે સક્ષમ છે જે કટોકટીની સ્થિતિમાં ઉચ્ચતમ 11g માટે સક્ષમ છે. રાફેલ જેટ સિંગલ અને ડબલ બને સિટિંગ કેબિન સાથે ઉપબ્ધ છે. જણાવી દઇએ કે ભારતે 28 સિંગલ અને 8 ડ્યૂઅલ સીટર રાફેલ ઓર્ડર કર્યા છે. રાફેલ 15.27 મીટર લાંબુ છે અને તેની પાંખો 10.80 મીટર લાંબી છે. ખાલી રાફેલનું વજન 9900 કિલોથી 10600 કિલોનું છે. જ્યારે વેરિયન્ટ અને મેક્સીસમમ ટેકઑફ વેટ 24500 કિલો છે.

રાફેલ જેટની ગતિ

રાફેલ જેટની ગતિ

ડસોલ્ટ રાફેલ જેટ 2 Snecma M8 એન્જિનથી સજ્જ છે અને આ બંને એન્જિન 11000 પાઉન્ડ/ ફીટનો ડ્રાય થ્રસ્ટ બનાવવામાં સક્ષમ છે અને પછીના બર્નર્સ પર તે 17000 પાઉન્ડ/ ફીટનો થ્રસ્ટ બનાવે છે. તેના એન્જિનમાંથી ઉત્પન્ન થયેલ આટલો પાવર 50,000 ફીટની ઉંચાઇ પર 3700 કિમીની રેન્જ કવર કરવામા સક્ષમ છે. રાફેલ 1920 કિમી પ્રતિ કલાકની ગતિએ ઉડાણ ભરવા માટે સક્ષમ છે.

રાફેલની કિમત

રાફેલની કિમત

જણાવી દઇએ કે ભારતે કરેલી ડીલને લઇ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ભારત સરકારે રાફેલ ખરીદવાની પ્રક્રિયામાં કૌભાંડ આચર્યું હોવાનો રાહુલ ગાંધીએ આરોપ પણ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2016મા થયેલ આ ડીલ મુજબ 59000 કરોડ રૂપિયામાં 36 રાફેલ ખરીદવામાં આવ્યાં છે.

ડસોલ્ટ રાફેલ કોકપિટ

ડસોલ્ટ રાફેલ કોકપિટ

રાફેલ કોકપીટમાં થ્રોટલ એન્ડ હેન્ડસ્ટિક (HOTAS) કંટ્રોલ આવેલ છે. જે વાઇડ એન્ગલ હોલોગ્રાફિક ડિસ્પ્લેથી સજ્જ છે, જે વિમાન નિયંત્રણ ડેટા, મિશન ડેટા અને શોટ સિગ્નલ્સ ઉપલબ્ધ કરે છે. કોલેટેડ મલ્ટિ ઈમેજ હેડ લેવલ ડિસ્પ્લે ટેક્નિકલ પરિસ્થિતિઓ અને સેન્સર ડેટા રજૂ કરે છે, જ્યારે બે બાજુની ટચ સ્ક્રીન્સ વિમાન સિસ્ટમના પેરામિટર્સ અને મિશન ડેટા દર્શાવે છે. આ ઉપરાંત પાયલટ પોતાના હેલ્મેટમાં પણ વિઝન જોઇ શકે છે. મિશન દરમિયાન સીસીડી કેમેરા અને ઓનબોર્ડ રેકોર્ડર મિશનની તસવીરો રેકોર્ડ કરે છે.

રાફેલ વિમાનના ફીચર્સ

રાફેલ વિમાનના ફીચર્સ

  • રાફેલ વિમાન 36000 ફીટથી 50 હજાર ફીટની ઉંચાઇ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે, માત્ર એક મિનિટમાં જ રાફેલ જેટ 50,000 મીટરની ઉંચાઇ પહોંચી શકે છે.
  • રાફેલ જેટ 3700 કિમીની રેન્જ કવર કરી શકે છે.
  • રાફેલ વિમાનની ગતિ 1920 કિમી પ્રતિ કલાક છે.
  • રાફેલ બહુ નાના 1312 ફીટના રનવે પરથી પણ ઉડવાની ક્ષમતા ધરાવે છે.
  • રાફેલ વિમાન 15590 ગેલન ફ્યૂઅલની ક્ષમતા ધરાવે છે.
  • એર ટૂ એર મિસાઇલ ધારણ કરવાની પણ રાફેલમાં ક્ષમતા છે.
  • રાફેલ વિમાન એક સમયમાં જ 2000 નોટિકલ માઇલની સફર ખેડી શકે છે.
  • રાફેલ જેટ US F-16 જેટથી 0.82 ઉંચુ અને 0.79 ફીટ લાંબુ છે.
  • રાફેલ જેટના પાંખીયાની લબાઇ 10.90 મીટર છે, જેટની ઉંચાઇ 5.30 મીટર અને તેની લંબાઇ 15.30 મીટર છે.

7000 કિમીની ઉડાણ ભરી કાલે ભારત આવી રહ્યાં છે Rafale Jets, જાણો આખુ શિડ્યૂઅલ7000 કિમીની ઉડાણ ભરી કાલે ભારત આવી રહ્યાં છે Rafale Jets, જાણો આખુ શિડ્યૂઅલ

English summary
Rafale Jet Specifications, Top Speed, Price, Features, Cockpit - Here is Everything About The Rafale Fighter Jets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X