Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: આજે ભારત આવશે 5 રાફેલ જેટ, અંબાલામાં IAF ચીફ સ્વાગત કરશે

Live: આજે ભારત આવશે 5 રાફેલ જેટ, અંબાલામાં IAF ચીફ સ્વાગત કરશે

અંબાલાઃ ભારતીય વાયુ સેના માટે તૈયાર ફ્રેંચ ફાઇટર જેટ રાફેલ આજે અંબાલામાં લેન્ડ થશે. પાંચ રાફેલનું પહેલું કન્સાઇનમેન્ટ આજે ભારત પહોંચશે. સુત્રો મુજબ રાફેલ આજે બપોરે ભારત આવશે. ફ્રાંસ સાથે ભારતે વર્ષ 2016માં 36 રાફેલની ડીલ સાઇન કરી હતી. સોમવારે રાફેલ ફ્રાંસના મેરીનેકથી ભારત માટે રવાના થયા હતા. રાફેલની ભારત સુધીની ઉડાણ દરમિયાન એક સ્ટૉલ યૂનાઇટેડ અરબ એમીરેટ્સના અલ દાફ્રા એરબેસ હતો. આબૂ ધાબીની નજીક આ એરબેસ અમેરિકી સેનાનો મહત્વનો બેસ છે અને અહીંથી ફ્રાંસની સેનાઓ પણ ઓપરેટ કરે છે.

rafale

Jul 29, 2020, 4:02 pm IST

રાજનાથ સિંહે શેર કર્યો રાફેલની લેન્ડિંગનો વીડિયો
Jul 29, 2020, 4:01 pm IST

પાંચેય રાફેલની સુરક્ષિત લેન્ડિંગ, રક્ષામંત્રી બોલ્યા- સેનાના ઈતિહાસમા નવો યુગ શરૂ થયો.
Jul 29, 2020, 2:50 pm IST

પાંચે રાફેલ ફાઈટર પ્લેન ભારતીય સીમામાં આવી ચૂક્યા છે. (વીડિયો સોર્સ સંરક્ષણ મંત્રી કાર્યાલય)
Jul 29, 2020, 2:33 pm IST

રાફેલ વિમાનને રિસીવ કરવા અંબાલા પહોંચ્યા એરફોર્સના ચીફ આરકેએસ ભદોરિયા.
Jul 29, 2020, 2:30 pm IST

મુંબઈથી અંબાલા એરબેઝ તરફ રાફેલ વિમાન, થોડી વારમાં થશે લેંડિંગ
Jul 29, 2020, 2:29 pm IST

રાફેલે INS કોલકત્તાનો કર્યો સંપર્ક, સાંભળો વૉઈસ રોકૉર્ડિંગ.
Jul 29, 2020, 1:55 pm IST

ભારતીય રાફેલે પશ્ચિમી અરબ સાગરમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ આઈએનએસ કોલકત્તાનો સંપર્ક કર્યો.
Jul 29, 2020, 1:54 pm IST

મુંબઈ એર સ્પેસમાં પહોંચ્યા રાફેલ, થોડી વારમાં અંબાલામાં થશે લેંડિંગ.
Jul 29, 2020, 1:53 pm IST

ભારતીય વાયુસીમામાં દાખલ થયા પાંચે રાફેલ વિમાન, વાયુસેનાના કંટ્રોલ રૂમે કર્યુ સ્વાગત.
Jul 29, 2020, 1:52 pm IST

ભારતીય વાયુસીમામાં પાંચે રાફેલ વિમાન, INS કોલકત્તાએ કહ્યુ - આ ગર્વની ઉડાન છે.
Jul 29, 2020, 12:44 pm IST

આજે બપોરે 2 વાગ્યા સુધી અંબાલા એરબેઝ પર રાફેલ વિમાન પહોંચવાની આશા.
Jul 29, 2020, 12:43 pm IST

હરિયાણાઃ રાફેલ ફાઈટર જેટ્સના આગમનને કવર કરવા માટે અંબાલામાં હાજર મીડિયા વેન અને પત્રકાર.
Jul 29, 2020, 12:42 pm IST

આજે ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. અંબાલાના લોકો રાફેલ ફાઈટર જેટ્સ આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કોવિડ-19 ન હોત તો અહીંના લોકો સેનાનીઓનુ સ્વાગત સમારંભ સાથે કરતાઃ હરિયાણાના મંત્રી અનિલ વિજ
Jul 29, 2020, 12:40 pm IST

હરિયાણાના અંબાલા એરબેઝ પર ઉતર્યા બાદ પાંચ રાફેલ ફાઈટર વિમાનોને વોટર સેલ્યુટ આપવામાં આવશે. એ વખતે એરબેઝ પર વાયુ સેના પ્રમુખ આરકેએસ ભદોરિયા હાજર રહેશે.
Jul 29, 2020, 10:16 am IST

અંબાલામાં રાફેલ આઈએએફની એ સ્ક્વાડ્રન નંબર 17નો ભાગ હશે જેણે કારગિલની જંગમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
Jul 29, 2020, 10:16 am IST

પાંચ રાફેલના આ ક્રૂને ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહ લીડ કરી રહ્યા છે. તેઓ આઈએએફના એક સન્માનિત ઑફિસર અને શૌર્ય ચક્ર વિજેતા છે.
Jul 29, 2020, 10:15 am IST

રાફેલના આગમન પહેલા આજે અંબાલામાં કલમ 144 લાદી દેવામાં આવી.
Jul 29, 2020, 10:12 am IST

જાણો કોણ છે વિંગ કમાંડર મનીષ સિંહ, જે ફ્રાંસથી રાફેલ ઉડાવીને લાવી રહ્યા છે ભારત

મનીષ સિંહ બલિયાના બાંસડીહના નાના ગામ બકવાંના રહેવાસી છે અને તેમનો આખો પરિવાર સેનામાં રહ્યો છે. તેમના પિતા મદન સિંહ પણ ભૂમિ દળના જવાન છે. વધુ માહિતી માટે ફોટો પર ક્લીક કરો
Jul 29, 2020, 10:11 am IST

મૂળ કાશ્મીરી હિલાલ અહમદે રાફેલ ડીલમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો, જેને લઇ ટ્વિટર પર ટ્રેન્ડ થયું અનંતનાગ. કાશ્મીરીઓ માટે ગર્વની વાત
Jul 29, 2020, 10:00 am IST

આજે ભારત પહોંચી જશે એરક્રાફ્ટ રાફેલ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X